બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 01:24 PM, 18 January 2025
જો તમે તમારા ભવિષ્યને લઈ ચિંતિત હોવ તો તમારે નાણાકીય સમજ હોવી પણ ખૂબ જ જરૂરી છે. અનેક લોકો તેમની આવકમાંથી પૈસાને આયોજનબદ્ધ રીતે ખર્ચ નથી કરી શકતા. જેનાથી તેમની બચત નથી થતી અને યોગ્ય જગ્યાએ રોકાણ પણ નથી કરી શકતા. કેટલીક વાર લોકોના ખર્ચા એટલા વધી જાય છે કે તેઓ દેવામાં પણ ડૂબી જાય છે. આથી તમારે ફાયનાન્શિયલ પ્લાનિંગ કરવું જરૂરી છે. આથી અમે તમને કેટલીક એવી ભૂલો વિશે જણાવીશું જે ભૂલો તમારે ન કરવી જોઈએ નહીં તો તમે કંગાળ થઈ શકો છો. ચાલો તે વિશે જાણીએ.
ADVERTISEMENT
જીવન, આરોગ્ય, મિલકત, કાર વગેરેનો વીમો ન લેવો એ એક મોટી ભૂલ ગણાય છે.
જો તમે આ વીમો નથી લીધો તો કોઈ અણધારી ઘટનાના કિસ્સામાં તમારે મોટા નાણાકીય નુકસાનનો સામનો કરવો પડી શકે છે. જો તમે તમારા ભવિષ્યને ધ્યાનમાં રાખીને બચત નહીં કરો તો નિવૃત્તિ બાદ તમને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.
ADVERTISEMENT
જો તમે તમારી આવક કરતાં વધુ ખર્ચ કરો છો અને બચત નથી કરતા તો ભવિષ્યમાં તમને અનેક નાણાકીય સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. તમે દેવાના બોજ નીચે પણ ફસાઈ શકો છો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.