બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / Tech & Auto / ટેક અને ઓટો / જો-જો યુટ્યુબ પર ક્યારેય આવી ભૂલો ન કરતા, નહીંતર ચેનલ બંધ થઇ જશે!

ટેક્નોલોજી / જો-જો યુટ્યુબ પર ક્યારેય આવી ભૂલો ન કરતા, નહીંતર ચેનલ બંધ થઇ જશે!

Last Updated: 02:48 PM, 10 September 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શું તમે યુટ્યુબ પર કન્ટેન્ટ ક્રિએટ કરો છો? તો તમારે અમુક બાબતનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે નહીં તો તમારી ચેનલ બંદ થઈ શકે છે.

દરેક સ્માર્ટફોન યુઝર્સ દિવસમાં એક વખત તો યુટ્યુબનો વપરાશ તો કરે જ છે. યુટ્યુબ પર અનેક પ્રકારના કન્ટેન્ટ મળી રહે છે. જેમાં લોકો સોંગ, ફિલ્મ, ન્યૂઝ, એજ્યુકેશન, ટ્રાવેલિંગ સહિતના વિષય પર કન્ટેન્ટ ક્રિએટ કરતા હોય છે. જેના મારફતે તેઓ મોટી કમાણી પણ કરી રહ્યા છે. જો તમે પણ યુટ્યુબ પર કન્ટેન્ટ ક્રિએટર છો તો અમુક ભૂલ કરતા બચવું જોઈએ નહીં તો તમારી એક ભૂલના કારણે તમારી ચેનલ બંદ થઇ શકે છે. અહીંયા જણાવીશું કે તમારે યુટ્યુબ પર કઈ ભૂલો ન કરવી જોઈએ.

  • આપત્તિજનક વીડિયો
    જો તમારી કોઈ યુટ્યુબ ચેનલ હોય તો તેમાં કોઈ પણ આપત્તિજનક વીડિયો અપલોડ ન કરવો જોઈએ, જેમાં જાતિ - ધર્મને લઇ નફરત ફેલાતી હોય. જો તમે આવો કોઈ વીડિયો અપલોડ કરો છો તો યુટ્યુબ તમને પહેલા એક નોટિસ મોકલશે. ત્યાર બાદ પણ તમે તે ભૂલ રીપિટ કરો છો તો સ્ટ્રાઈક આવે છે અને ત્રણ સ્ટ્રાઈક બાદ તમારી ચેનલ બંદ કરી દેવામાં આવે છે.

વધુ વાંચો : સ્માર્ટફોન ચોરી થઇ ગયો છે? તો આ સરકારી પોર્ટલ કરશે તમારી મદદ, બસ આ ટિપ્સને કરો ફૉલો

  • નિયમને નજરઅંદાજ ન કરો
    યુટ્યુબના અનેક નિયમ છે તે મુજબ જ વીડિયો અપલોડ કરી શકો છો. જો તમે તેના નિયમને ભંગ કરીને વીડિયો અપલોડ કરો છો તો તમારી યુટયુબ ચેનલ બંદ થઈ શકે છે.
  • પોર્નોગ્રાફી
    યુટયુબ પર પોર્નોગ્રાફીને લઈને પણ કડક નિયમ છે. તેમાં અમુક ઉત્તેજક સિન તમને જોવા મળી રહે છે. પણ જે લોકો પોર્નવાળું કન્ટેન્ટ અપલોડ કરે છે તેમની યુટ્યુબ ચેનલ તરત જ બંદ કરી દેવામાં આવે છે.
PROMOTIONAL 1
  • આ બાબતનું પણ રાખો ધ્યાન
  1. જો તમે કોઈ એવી વીડિયો બનાવો છો જેમાં કોઈની ધાર્મિક ભાવના આહત થતી હોય તો તમારી ચેનલ બંદ થઈ શકે છે.
  2. જો તમે કૉપીરાઇટ નિયમનો વારંવાર ભંગ કરો છો તો ચેનલ બંદ થઇ શકે છે.
  3. જો તમારી યુટયુબ ચેનલમાં 3થી વધુ વખત સ્ટ્રાઈક આવી હોય તો તમારી ચેનલ બંદ થઈ શકે છે.

સંકળાયેલા મુદ્દાઓ

YouTube Copyright Strikes YouTube Alert
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ