વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં ઘણી એવી વસ્તુઓ હોય છે જેના કારણે ઘરમાં નકારાત્મક અસરો જોવા મળે છે. માટે ઘરમાં અમુક વસ્તુઓ ઓછી ન થવા દો
કિચનમાં ક્યારેય ખાલી ન થવા દો આ વસ્તુઓ
મીઠાનો ડબ્બો ક્યારે ન રાખો ખાલી
તેલનો સંબંધ શનિગ્રહ સાથે છે
વાસ્તુશાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે ઘરનું રસોડું ઘરનું સૌથી મહત્વનું સ્થાન છે. ઘરનું રસોડું ઘરમાં સુખ, સમૃદ્ધિ, શાંતિ અને સુખ લાવે છે. આ સિવાય ઘરના રસોડામાં ઘણી એવી વસ્તુઓ હોય છે. જેને હંમેશા રસોડામાં રાખવી ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
એવું માનવામાં આવે છે કે આ વસ્તુઓ સાથે માતા અન્નપૂર્ણાનું સ્વરૂપ જોડાયેલું છે. તેથી આ બધી વસ્તુઓ ઘરમાંથી ક્યારેય ખતમ ન થવા દેવી જોઈએ. એવું માનવામાં આવે છે કે આ વસ્તુઓ ખતમ થવાથી ઘરની ખુશીઓ પણ સમાપ્ત થઈ જાય છે.
લોટ
આપણા ઘરોમાં લોટની ઘણી વિવિધ પ્રકારની વસ્તુઓ બનાવવામાં આવે છે. ઘણા લોકો ઘરમાં લોટ ખતમ થઈ જાય પછી જ બીજો લોટ ભરે છે. પરંતુ આવું કરવું યોગ્ય નથી માનવામાં આવતું. જો ઘરમાં લોટ ખતમ થવાનો હોય તો તે પહેલા તેને ભરી લો.
આ ઉપરાંત લોટના ડબ્બાને ક્યારેય ખાલી પણ ન રાખવો જોઈએ એવું માનવામાં આવે છે કે આમ કરવાથી ધનની હાનીની સાથે સાથે વ્યક્તિના સન્માનમાં પણ કમી આવે છે.
સરસવનું તેલ
સરસવનું તેલ પણ એવી જ એક ચીજ છે. જે ખતમ થઈ જાય તો ઘર પર નકારાત્મક અસર પડે છે. એવું જોવામાં આવ્યું છે કે કેટલાક લોકો રસોઈનું તેલ સંપૂર્ણપણે ખલાસ થઈ જાય પછી જ નવું તેલ લાવે છે. પરંતુ આમ કરવું બિલકુલ યોગ્ય નથી. સરસવનું તેલ શનિ ગ્રહ સાથે સંબંધિત માનવામાં આવે છે તેથી ઘરમાંથી સરસવનું તેલ ખાલી થઈ જાય તે પહેલાં તેને ફરીથી ભરી દો.
મીઠુ
વાસ્તુશાસ્ત્રનું માનવું છે કે ઘરના રસોડામાં મીઠાનો ડબ્બો ક્યારેય ખાલી ન રાખવી જોઈએ. જ્યોતિષશાસ્ત્રમાં પણ મીઠાને રાહુનું પ્રતીક માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે રસોડામાં મીઠું ખતમ થઈ જવાથી રાહુની નજર ઘર પર પડે છે.
એવામાં વ્યક્તિના કામ બગડવા લાગે છે અને તેમને આર્થિક તંગીનો સામનો કરવો પડી શકે છે. આ ઉપરાંત આ વાતનું પણ ધ્યાન રાખો કે મીઠુ ક્યારેય પણ બીજાના ઘરમાંથી માંગીને ન લાવો.