ચેતજો /
જો સવારે નાસ્તામાં આ 5 વસ્તુઓ ખાશો તો કોલેસ્ટ્રોલથી લઈ ડાયાબિટીસનું જોખમ વધશે
Team VTV04:35 PM, 16 Mar 20
| Updated: 04:39 PM, 16 Mar 20
સવારનો બ્રેકફાસ્ટ દિવસનો સૌથી જરૂરી મીલ હોય છે અને તેને ક્યારેય સ્કિપ કરવું જોઈએ નહીં. સવારે સારો બ્રેકફાસ્ટ કરીએ તો આખો દિવસ એનર્જી મળે છે અને આપણે હેલ્ધી પણ રહીએ છીએ. બ્રેકફાસ્ટ સ્કિપ કરવાથી આળસ અને ચિડિયાપણું ફીલ થાય છે. આજકાલ ઘણાં લોકો બ્રેકફાસ્ટ એવા અનહેલ્ધી ફૂડ્સ ખાઈ લેતાં હોય છે જેનાથી શરીરને નુકસાન થવા લાગે છે, વજન વધે છે અને આખો દિવસ હેવીનેસ ફીલ થાય છે. જેથી આજે અમે તમને એવા ફૂડ્સ વિશે જણાવીશું, જે તમારે બ્રેકફાસ્ટમાં ખાવા જોઈએ નહીં.
સવારે બ્રેકફાસ્ટ કરવું ખૂબ જ જરૂરી છે
પણ સવારે આ ફૂડ્સ ભૂલથી પણ ખાવા નહીં
સવારે આ ફૂડ ખાવાથી હેલ્થને થશે નુકસાન
સ્મૂધી
જે લોકો સવારે નાસ્તામાં રેડીમેડ સ્મૂધી ખાય છે તે હેલ્ધી તો લાગે છે પણ તેમાં સ્વાદ માટે અન્ય સ્વીટનર, પ્રિઝર્વેટિવ્સ અને સીરપ નાખવાથી તેમાં કેલરી અને ફેટનું પ્રમાણ વધી જાય છે. જેના કારણે વજન વધે છે. જેથી સવારે નાસ્તામાં કેળા અને દૂધ બેસ્ટ ઓપ્શન છે.
બ્રેડ
જો તમે બ્રેકફાસ્ટ માટે હોલ વીટ બ્રેડ અને બટર ખાઓ છો તો તમને જણાવી દઈએ કે બટરમાં ટ્રાંસ ફેટ હોય છે. જે ખતરનાક સિન્થેટિક ફેટ છે. જે બેડ કોલેસ્ટ્રોલને વધારે છે અને ગુડ કોલેસ્ટ્રોલને ઓછું કરે છે. આ સિવાય તેનાથી હાર્ટ ડિસીઝ અને ડાયાબિટીસનું જોખમ પણ વધે છે. આ સિવાય બ્રેડમાં સોડિયમ, પ્રિઝર્વેટિવ અને અનહેલધી ફેટ હોય છે. જેથી નાસ્તામાં ટોસ્ટ અને જામ પણ ખાવું નહીં. તેમાં પણ કાર્બોહાઈડ્રેટ્સ હોય છે. જે ઝડપથી વજન વધારે છે. જો તમે ઈંડા અને ચીઝ સેન્ડવિચ ઘરે બનાવીને ખાઓ તો તે સારો ઓપ્શન હોઈ શકે છે.
મફિન્સ
મફિન્સ સામાન્ય રીતે રિફાઈન્ડ લોટ, વેજિટેબલ ઓઈલ, ઈંડા અને શુગરથી તૈયાર થાય છે. સાથે જ તેમાં ટોપિંગ માટે ચોકલેટ ચિપ્સ અને વ્હીપ્ડ ક્રીમનો પણ ઉપયોગ કરવામાં આવે છે. જેના કારણે તેમાં કેલરી અને ફેટ વધુ પ્રમાણમાં હોય છે. જેથી તેને ખાવાથી વજન વધવા લાગે છે અને પેટની સમસ્યાઓ પણ થઈ શકે છે. ખાસ કરીને બાળકોને મફિન્સ ખાવી વધુ પસંદ હોય છે. જેથી બાળકોને પણ તેનાથી દૂર રાખવા.
ઓટમીલ
બ્રેકફાસ્ટ તૈયાર કરતી વખતે ઓટમીલ એક સારો વિકલ્પ છે. ખાસ કરીને જ્યારે તમે વર્કિંગ વૂમન હોવ ત્યારે ઓછાં સમયમાં આ ફટાફટ તૈયાર થઈ જાય છે. જોકે ઓટમીલ એટલે હેલ્ધી નથી હોતા, જેટલા તમે સમજો છો. જો તમે નાસ્તામાં વજન ઘટશે એવું વિચારીને ઓટમીલ કે સેરેલ ખાઈ રહ્યાં છો તો તમે ખોટું વિચારો છો. કારણ કે ઘણાં લોકો ફ્લેવર્ડ અને સ્વીટનરવાળા ઓટમીલ ખાય છે. જેમાં કેલરી વધુ હોય છે અને તેના કારણે વજન પણ વધી શકે છે.
ઓઈલી ફૂડ
ઘણાં લોકો બ્રેકફાસ્ટ હેવી હોવો જોઈએ એવું વિચારીને નાસ્તામાં ભજીયા, પરાઠા, પૂરી શાક અને ફ્રાય વસ્તુઓ ખાય છે. આ વસ્તુઓમાં ઓઈલ વધુ હોય છે અને આટલું ઓઈલી ફૂડ ખાવાથી કેલરીની માત્રા વધી જાય છે. જેના કારણે મેટાબોલિઝ્મ પણ સ્લો થઈ જાય છે અને વજન વધે છે.