બ્રેકિંગ ન્યુઝ
Premal
Last Updated: 12:06 PM, 9 December 2022
ADVERTISEMENT
આ કામ રાત્રે ના કરવા જોઈએ
હિન્દુ ધર્મ શાસ્ત્રોમાં ઘણા એવા કામ છે, જેને સૂર્યાસ્ત બાદ કરવાની ના પાડવામાં આવે છે. મનાય છે કે આ કામને સૂર્યાસ્ત બાદ કરવાથી નકારાત્મકતા આવે છે. પૌરાણિક કથાઓ અને જ્યોતિષ શાસ્ત્રમાં એવી ઘણી વાતનો ઉલ્લેખ છે, જેને લોકો પ્રાચીન સમયથી માની રહ્યાં છે. જ્યોતિષ શાસ્ત્રની આ વાતને ના માનનારા અથવા પછી રાત્રે આ વર્જિત કામોને કરનારા લોકો પાસેથી માતા લક્ષ્મી કોપાયમાન થાય છે. આજે અમે જ્યોતિષ અને પંડિત પાસેથી કઈક આવા નિયમો અંગે જણાવવા જઇ રહ્યા છે, જેને હિન્દુ ધર્મ શાસ્ત્રો મુજબ રાત્રે ના કરવા જોઈએ.
ADVERTISEMENT
સૂર્યાસ્ત બાદ ના કરો સ્નાન
જ્યોતિષ શાસ્ત્ર મુજબ કોઈ પણ વ્યક્તિને સૂર્યાસ્ત બાદ સ્નાન ના કરવુ જોઈએ. માન્યતાઓ મુજબ આમ કરવાથી માતા લક્ષ્મી કોપાયમાન થાય છે. આ ઉપરાંત જો તમે સાંજ પડ્યા બાદ સ્નાન કરો છો તો પણ તિલક લગાવવાની ના પાડવામાં આવી છે. વૈજ્ઞાનિક કારણોને ધ્યાનમાં રાખીને જોવામાં આવે તો રાત્રે સ્નાન કરવાથી શરીરમાં શીતનો પ્રકોપ વધી શકે છે.
રાત્રે ના ધોવો કપડાં
જ્યોતિષ શાસ્ત્ર મુજબ રાત્રે કપડા ના ધોવા જોઈએ. એવુ માનવામાં આવે છે કે રાત્રે કપડા ધોવાથી અને ખુલ્લા આકાશની નીચે ફેલાવવાથી કપડામાં રાતની નકારાત્મક ઉર્જા પ્રવેશ કરે છે. પછી આપણે આ કપડાને પહેરીએ છીએ. જેનાથી આપણા મન પર તેની ખરાબ અસર પડે છે. જો સાંજ સુધી તમારા કપડા સુકાતા નથી તો તેને રાત્રે ખુલ્લા આકાશની નીચે ફેલાવવાની જગ્યાએ ઘરની અંદર છતની નીચે ફેલાવો.
ભોજન ખુલ્લુ ના રાખશો
હિન્દુ ધાર્મિક માન્યતાઓમાં જણાવવામાં આવ્યું છે કે ભોજન સૂર્યાસ્ત પહેલા ખાઈ લેવુ જોઈએ. ત્યારબાદ વધેલા ભોજનને ખુલ્લુ ના રાખવુ જોઈએ. એવુ મનાય છે કે ભોજનને ખુલ્લુ છોડવાથી તેની અંદર નકારાત્મકતાના ગુણ વધી જાય છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી જોવામાં આવે તો ખુલ્લુ રાખેલા ભોજનમાં અનેક પ્રકારના રોગજનક કીટાણુ પેદા થવાની સંભાવના વધી જાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.