બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / સ્માર્ટફોન ચાર્જ કર્યા બાદ આ ભૂલ ક્યારેય ન કરશો, થશે મોટું નુકશાન
Last Updated: 09:51 PM, 25 June 2024
આપણે દદરરોજ આપણો સ્માર્ટફોન ચાર્જ કરીએ છીએ.પરંતુ આ દરમિયાન અનેક લોકો એવી ભૂલ કરતા હોય છે, જેનાથી નુકશાન પણ થઈ શકે છે. જેમાં લોકો મોબાઈલ ફોન ચાર્જ કર્યા બાદ ચાર્જરને સ્વીચબોર્ડમાં લાગવીને જ રાખે છે, પરંતુ આવું કરવું ખતરનાક સાબીત થઈ શકે છે. આથી મોબાઈલ ચાર્જ કરતી વખતે નીચે જણાવેલ સાવધાની રાખવી જોઈએ.
ADVERTISEMENT
તમારો ફોન ચાર્જ થઇ ગયા બાદ ચાર્જરને બંદ કરી દેવું જોઈએ. જો બંદ કરવામાં ન આવે વીજળીનો વપરાશ થાય છે. તેની સાથે બ્લાસ્ટનો ખતરો પણ રહે છે. સતત ચાર્જર ચાલુ રાખવાથી સ્પાર્કિંગ થઈ શકે છે તેનાથી ચાર્જર ખરાબ થઈ જાય છે. આથી ચાર્જરનો ઉપયોગ કર્યા બાદ તેને બંદ કરવાનું ક્યારેય ન ભૂલો.
ADVERTISEMENT
જો તમે ચાર્જર લગાવીને છોડી મૂકો છો તો તમારું ચાર્જર જલ્દી બગડી જવાની સંભાવના વધી જાય છે. તેનાથી એડોપ્ટર ગરમ થઇ જાય છે. જો તમે આ બાબતને ઇગ્નોર કરો છો તો ચાર્જરની સાથે મોબાઈલ પણ ખરાબ થઈ શકે છે. આથી તમારે સ્માર્ટફોનનો સુરક્ષિત ઉપયોગ કરવા માટે આ બધી બાબતનું પણ ધ્યાન રાખવું જોઈએ.
લેટેસ્ટ અપડેટ મેળવવા માટે આ લાઇન પર ક્લિક કરી ડાઉનલોડ કરો અમારી મોબાઈલ ફ્રેન્ડલી એપ
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.