બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / Never been involved in production distribution of pornography says Raj Kundra

બોલિવૂડ / પોર્નોગ્રાફી કેસ મુદ્દે છલકાયું રાજ કુંદ્રાનું દર્દ, કહ્યું- દુર્ભાગ્યપૂર્ણ પરિવારે તો પહેલા જ દોષિ માની લીધો હતો

Arohi

Last Updated: 02:28 PM, 20 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પોર્નોગ્રાફી કેસ મામલે જેલમાંથી બહાર આવ્યા બાદ રાજ કુંદ્રાએ પહેલી વખત નિવેદન જાહેર કર્યું છે.

  • પોર્નોગ્રાફી કેસ મામલે રાજ કુંદ્રાનું પહેલું નિવેદન
  • પરિવારે પહેલા જ દોષિ માની લીધો 
  • રાજ કુંદ્રાએ આપ્યું મોટુ નિવેદન 

બોલિવુડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીના પતિ અને બિઝનેસમેન રાજ કુંદ્રાએ જેલથી બહાર આવ્યા બાદ પહેલી વખત નિવેદન આપ્યું છે. તેમણે પોતાના નિવેદનમાં ઘણી એવી વાતો કહી છે જેનાથી સ્પષ્ટ જાણવા મળી શકે છે કે તે મીડિયામાં આવતી ખબરોના કારણે તે ગુસ્સે ભરાયા છે. રાજે પહેલી વખત પોર્નોગ્રાફી મામલે પોતાનું ઓફિશિયલ સ્ટેટમેન્ટ જાહેર કર્યું છે. 

રાજને રાહત 
પાછલો થોડો સમય શિલ્પા અને રાજના પરિવાર  માટે ખૂબ જ મુશ્કેલીનો રહ્યો છે. પોર્નોગ્રાફી મામલામાં ધરપકડ થયા બાદ કોર્ટે રાજ કુંદ્રાને થોડા સમય પહેલા રાહત આપી હતી. જામીન પર બહાર આવેલા રાજ કુંદ્રાએ મીડિયાને આ મામલામાં દખલ ન કરવા અને તેમની પ્રાઈવસીનું સન્માન કરવાની અપીલ કરી છે. 

રાજ કુંદ્રાનું નિવેદન 
રાજ કુંદ્રાએ પોતાના સ્ટેટમેન્ટમાં કહ્યું, "ઘણા ચિંતન બાદ મને લાગે છે કે તમામ ભ્રામક અને ગેર જવાબદાર નિવેદનો અને ઘણા આર્ટિકલ્સ પર મારી ચુપ્પીને કમજોરી સમજવામાં આવી રહી છે. હું કહેવા માંગું છું કે મેં પોતાની લાઈફમાં ક્યારેય 'પોર્નોગ્રાફી'નું પ્રોડક્શન અને ડિસ્ટ્રિબ્યૂશન નથી કર્યું. આ આખુ પ્રકરણ કંઈ બીજુ નહીં પરંતુ એક Witch Hunt છે. આ મામલો વિચારાધીન છે માટે હું સ્પષ્ટ ન કરી શકું, પરતુ હું ચુકાદાનું સન્માન કરવા માટે તૈયાર છું અને ન્યાયપાલિકા પર સંપૂર્ણ ભરોસો છે. જ્યાં સત્યની જીત થશે. પરંતુ દુર્ભાગ્યથી મને મીડિયા અને મારા પરિવાર દ્વારા પહેલા જ દોષિ જાહેર કરી દેવામાં આવ્યો છે અને મને વિવિધ સ્તરો પર પોતાના માનવીય અને સંવૈધાનિક અધિકારીનું ઉલ્લંધન કરતા સતત ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે."

કુંદ્રાએ આગળ જણાવ્યું કે, "ટ્રોલિંગ/ નકારાત્મકતા અને લોકોની ઘૃણા વધતી જ જઈ રહી છે. હું શરમથી મારો ચહેરો નથી છુપાવતો પરંતુ ઈચ્છુ છું કે આ સતત મીડિયા ટ્રાયલની સાથે મારી પ્રાઈવસીમાં કોઈ દખલ ન થાય. મારી પ્રાથનિકતા હંમેશા મારો પરિવાર રહ્યો છે. એવા સમય પર બીજુ કંઈ મહત્વનું નથી. મારુ માનવું છે કે દરેક વ્યક્તિને સન્માનની સાથે જીવવાનો અધિકારી છે અને હું એજ અનુરોધ કરૂ છું. આ સ્ટેટમેન્ટને વાંચવા માટે સમય કાઢવા માટે અને મારી પ્રાઈવસીનું સન્માન કરવા માટે ધન્યવાદ. "  

સંકળાયેલા મુદ્દાઓ

pornography case raj kundra statement પોર્નોગ્રાફી કેસ રાજ કુંદ્રા Raj kundra
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ