બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / લાઈફસ્ટાઈલ / કદી નહીં રહો ગરીબ, સદાય રહેશે પૈસાની ભરમાર, 'ગાંઠે બાંધી' લેજો આ 5 વસ્તુઓ
Last Updated: 05:05 PM, 13 November 2024
હાલની પેઢીને મોજ શોખ પાછળ ખર્ચા કરવાની ટેવ છે. જેમાં જરૂર પડે તો કોઈની પાસે ઉછીના પૈસા પણ લેવામાં આવે છે. પહેલા લોકો બચત કરવામાં માનતા હતા જેથી જરૂર પડે ત્યારે કોઈની સામે હાથ લાંબો ન કરવો પડે. પરંતુ હવે વધુ ખર્ચ કરવાથી નાણાકીય સ્થિતિ બગડવાનું જોખમ વધી ગયું છે. જેથી આજે અમે તમને એવી પાંચ ટિપ્સ જણાવીશું જેને અપનાવવાથી ગરીબી તમારી આસપાસ ફરકશે પણ નહીં.
ADVERTISEMENT
ADVERTISEMENT
ટાર્ગેટ સેટ કર્યા વગર રોકાણ કરવાથી તમારું લક્ષ્ય હાંશીલ નથી થતું. બાળકોના ભણતર, લગ્ન, ઘર વગેરે જેવા મોટા ખર્ચાઓ માટે અગાઉથી આયોજન કરીને રાખવું. નાણાકીય આયોજન માટે આ પ્રકારના મોટા ખર્ચાઓને પ્રાથમિકતા આપો અને તે મુજબ રોકાણ કરો.
ઘણા લોકો રિટાયરમેન્ટના પ્લાનિંગ સિવાય બીજા તમામ પ્રકારનું રોકાણ કરી લેતા હોય છે. પણ તમે આવી ભૂલ ન કરો. ફાયનાન્શિયલ પ્લાનિંગમાં નિવૃત્તિનું આયોજન ખૂબ મહત્વનું છે. એના માટે તમારી પ્રથમ નોકરીથી જ આ પ્લાનિંગ કરવું જોઈએ. તમે એના માટે જેટલું વહેલું રોકાણ કરશો તેટલું વધારે ફંડ ભેગુ કરી શકશો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.