બોલિવુડ એક્ટ્રેસ કાજોલ રાજકીય નેતાઓને લઈને આપેલા એક નિવેદનને કારણે સોશિયલ મીડિયામાં ખૂબ ટ્રોલ થઈ છે.
બોલિવુડ એક્ટ્રેસ કાજોલનું વિવાદીત નિવેદન
કહ્યું કે દેશમાં વિઝન વગરના અભણ શાસકોનું રાજ
લોકોએ કરી મૂકી ટ્રોલ, ગણાવી સ્કૂલ ડ્રોપઆઉટ
બોલિવૂડ એક્ટ્રેસ કાજોલ આ દિવસોમાં તેની નવી વેબ સિરીઝ 'ટ્રાયલ- પ્યાર, કાનૂન, ધોખા'ના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ દરમિયાન એક ઈન્ટરવ્યુમાં કાજોલે કહ્યું હતું કે દેશમાં અભણ નેતાઓનું શાસન છે જેઓ વિઝન વગરના છે. કાજોલના આ નિવેદન બાદ મોટો વિવાદ ઉભો થયો છે. કાજોલ સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ છે.
So Kajol says we are governed by leaders who are uneducated and have no vision
Nobody outraging since its her opinion not necessarily a fact and also has named nobody but all Bhakts are outraged. Please don’t Yale your Entire Political Science knowledge.
— Priyanka Chaturvedi🇮🇳 (@priyankac19) July 8, 2023
શું બોલી કાજોલ
ઈન્ટરવ્યુમાં કાજોલે કહ્યું હતું કે ભારત જેવા દેશમાં વિકાસની ગતિ એટલી ધીમી છે કારણ કે આપણે હજુ પણ આપણી પરંપરાઓમાં અટવાયેલા છીએ. અને અલબત્ત તે બધું આપણા શિક્ષણ સાથે જોડાયેલું છે. આપણા નેતાઓ શિક્ષિત પૃષ્ઠભૂમિમાંથી આવતા નથી. માફ કરશો પણ મારે આ કહેવું પડશે.
Kajol is a school dropout
Her husband is a college dropout
And bollywood is one of the most undereducated industry hence they make such silly movies without head & tail. But since most of them are schooled in very posh schools they speak fluently in english and many people… pic.twitter.com/7LHj2wlv2d
પ્રિયંકા ચતુર્વેદીએ કાજોલ પર નિશાન સાધ્યું
શિવસેના નેતા પ્રિયંકા ચતુર્વેદીએ આડકતરી રીતે ભારતીય જનતા પાર્ટી (BJP) પર નિશાન સાધ્યું હતું. કહ્યું કે તમામ 'ભક્તો' ગુસ્સે છે, જો કે કાજોલે કોઈનું નામ લીધું નથી અને પોતાનો અભિપ્રાય આપ્યો છે જે જરૂરી નથી. ટ્વીટ કરીને ચતુર્વેદીએ વધુમાં કહ્યું કે... ચતુર્વેદીએ કહ્યું તો કાજોલ કહે છે કે આપણે એવા રાજકારણીઓ દ્વારા શાસિત થઈ રહ્યાં છીએ જેઓ અભણ છે અને તેમની પાસે કોઈ વિઝન નથી, કોઈ નારાજ નથી કારણ કે તેમના અભિપ્રાયમાં હકીકત નથી અને તેણીએ કોઈનું નામ પણ લીધું નથી પરંતુ બધા ભક્તો ગુસ્સે છે. મહેરબાની કરીને તમારું સમગ્ર રાજકીય વિજ્ઞાન જ્ઞાન બગાડશો નહીં.
સોશિયલ મીડિયામાં ટ્રોલ થઈ કાજોલ
કાજોલનું આ નિવેદન લોકોને પણ ગળે ઉતર્યું નથી અને લોકો તેને ટ્રોલ કરી રહ્યાં છે. લોકો કાજોલને ડ્રોપઆઉટ ગણાવી રહ્યાં છે. એક યૂઝરે કહ્યું કે કાજોલ ડ્રોપઆઉટ છે, તેનો પતિ અજય દેવગણ પણ ઓછું ભણેલો છે અને તેઓ આવા નિવેદનો આપી રહ્યાં છે. આ સિવાય પણ લોકો તેની પર આવું બોલવા બદલ પસ્તાળ પાડી રહ્યાં છે.