બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / હીરામંડી કે રૂદ્ર નહીં, આ છે વિશ્વની સૌથી મોંઘી વેબ સિરીઝ, એક એપિસોડને તૈયાર કરવામાં કરોડો ખર્ચ્યા

મનોરંજન / હીરામંડી કે રૂદ્ર નહીં, આ છે વિશ્વની સૌથી મોંઘી વેબ સિરીઝ, એક એપિસોડને તૈયાર કરવામાં કરોડો ખર્ચ્યા

Last Updated: 06:05 PM, 7 August 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Worlds Most Expensive Web Series: OTTની માંગને જોતા મેકર્સ હવે સીરિઝ પર પોતાના પૈસા લગાવી રહ્યા છે. આજે અમે તમને દુનિયાની સૌથી મોંઘી વેબ સીરિઝ વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

દેશ-દુનિયામાં ઘણી ફિલ્મો અને સીરિઝ બનતી રહે છે જેમાંથી અમુક પસંદ કરવામાં આવે છે તો અમુક દર્શકોને પસંદ નથી આવતી. ઘણી એવી ફિલ્મો અને સીરિઝને બનાવવા અને તેને બેસ્ટ બતાવવા માટે કરોડો રૂપિયાનું બજેટ ખર્ચ કરવામાં આવે છે. તેમના સ્ટાર્સ, કોસ્ટ્યૂમ, મેકઅપ, સેટ, એડિટિંગ અને વીએફએક્સમાં કરોડો રૂપિયા જાય છે.

Netflix

એવી ઘણી ફિલ્મો અને સીરિઝ છે જેનું બજેટ ખૂબ વધારે છે. પરંતુ આજે અમે તમને દુનિયાની સૌથી મોંઘી વેબ સીરિઝ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જેના એક એપિસોડનું બજેટ સાંભળને તમારા પગની નીચેથી જમીન સરકી જશે.

રિંગ્સ ઓફ પાવરના એક એપિસોડનો ખર્ચ

કોમ્પિટિશનની દુનિયામાં ઓટીટી પ્લેટફોર્મ મોટા સ્તર પર કામ કરે છે. એવામાં સીરિઝ પર પાણીની જેમ પૈસા વહાવામાં આવી રહ્યા છે. એવી જ એક બીજી વેબ સીરિઝ છે જેના પર પાણીની જેમ પૈસા વહાવવામાં આવ્યા છે. તે સીરિઝનું નામ છે ધ રિંગ્સ ઓફ પાવર.

એક રિપોર્ટ અનુસાર આ સીરિઝનું બજેટ 58 મિલિયન ડોલર હતું.

ભારતીય રૂપિયામાં તેની કિંમત 4,69,66,22,550. વિચારો એક તરફ જ્યાં ભારતમાં જો કોઈ શો કે ફિલ્મનું બજેટ 100 કરોડથી વધારે હોય તો કેટલો હંગામો મચે છે. એવામાં આ સીરિઝના એક એપિસોડનું બજેટ 470 કરોડ રૂપિયા છે.

PROMOTIONAL 8

રિંગ્સ ઓફ પાવરનું કુલ બજેટ

રિંગ્સ ઓફ પાવરના કુલ બજેટની કિંમતની વાત કરીએ તો તે લગભગ 3760 કરોડ રૂપિયા છે. તેના પહેલા સીરિઝના કુલ આઠ એપિસોડ રિલીઝ થયા હતા. જેને ખૂબ જ પસંદ કરવામાં આવ્યા હતા.

વધુ વાંચો: તમે નથી કરી રહ્યાને ઈલેક્ટ્રિક કારમાં આ ભૂલો, જોજો એક જ ઝાટકે સળગી ઉઠશે કાર!

જો તેની તુલના ભારતીય ફિલ્મોથી કરવામાં આવે તો અત્યાર સુધી ભારતની સૌથી વધારે કમાણી કરનાર ફિલ્મ દંગલ છે. જેણે અત્યાર સુધી 2023 કરોડનું વર્લ્ડ વાઈડ કલેક્શન કર્યું છે. એવી જ એક ફિલ્મની ઓવરઓલ કમાણી પણ રિંગ્સ ઓફ પાવરના બજેટની આસપાસ નથી.

બધાજ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/ એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Lord Of The Rings Worlds Most Expensive Web Series હીરામંડી કે રૂદ્ર નહીં, આ છે વિશ્વની સૌથી મોંઘી વેબ સિરીઝ, એક એપિસોડને તૈયાર કરવામાં કરોડો ખર્ચ્યા Netflix
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ