બ્રેકિંગ ન્યુઝ
VTV / Nestle India And Hul Have Announced A Price Hike Of Upto 16 Pc
Kavan
Last Updated: 06:46 PM, 14 March 2022
બે દિગ્ગજ કંપનીઓ હિંદુસ્તાન યુનિલિવર લિમિટેડ (HUL) અને નેસ્લે ઈન્ડિયા (Nestle) એ તેમની વિવિધ પ્રોડક્ટ્સની કિંમતોમાં વધારો કર્યો છે. આ ઉત્પાદનોમાં ચા, કોફી, દૂધ અને નૂડલ્સનો સમાવેશ થાય છે. નેસ્લે ઈન્ડિયાએ મેગી નૂડલ્સના ભાવમાં 9 થી 16 ટકાનો વધારો કર્યો છે.
ADVERTISEMENT
12 રૂપિયાને બદલે 14 રૂપિયા ચૂકવવા પડશે
હવે મેગી મસાલા નૂડલ્સનું 70 ગ્રામનું પેક 12 રૂપિયાને બદલે 14 રૂપિયામાં મળશે. મેગી મસાલા નૂડલ્સ 140 ગ્રામ પેકની કિંમતમાં 3 રૂપિયા અથવા 12.5 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. 560 ગ્રામના પેકની કિંમતમાં 9.4 ટકાનો વધારો થયો છે, એટલે કે હવે તમારે આ પેક માટે 96 રૂપિયાની જગ્યાએ 105 રૂપિયા ચૂકવવા પડશે.
ADVERTISEMENT
નેસ્લે ઈન્ડિયાએ પણ વધાર્યા ભાવ
મેગી ઉપરાંત નેસ્લે ઈન્ડિયાએ પણ દૂધ અને કોફી પાવડરની કિંમતોમાં વધારો કર્યો છે. કંપનીનાA+milk 1 લીટર કાર્ટનની કિંમત અગાઉ રૂ. 75 થી 4 ટકા વધીને રૂ. 78 થઈ ગઈ છે. નેસકેફે ક્લાસિક કોફી પાઉડરની કિંમતમાં પણ ત્રણથી સાત ટકાનો વધારો કરવામાં આવ્યો છે. નેસકેફે ક્લાસિક 25 ગ્રામ પેકની કિંમત 2.5 ટકા વધારીને 80 રૂપિયા કરવામાં આવી છે, જે અગાઉ 78 રૂપિયા હતી. હવે તમારે Nescafe Classic 50 ગ્રામ પેક માટે 145 રૂપિયાની જગ્યાએ 150 રૂપિયા ચૂકવવા પડશે.
HUL એ કઈ પ્રોડક્ટની કિંમતમાં કેટલો વધારો કર્યો?
HULએ બ્રુ કોફી પાવડર(Bru coffee powder)ના ભાવમાં 3 થી 7 ટકાનો વધારો કર્યો છે. બ્રુ ગોલ્ડ કોફી જારની કિંમતમાં 3-4 ટકા અને બ્રુ ઇન્સ્ટન્ટ કોફી પાઉચની કિંમતમાં 3-66%નો વધારો કરવામાં આવ્યો છે. તાજમહેલ ચા(Taj Mahal Tea)ની કિંમત 3.7 ટકાથી વધારીને 5.8 ટકા કરવામાં આવી છે. આ સિવાય બ્રુક બોન્ડના વિવિધ પ્રકારો 1.5 ટકાથી 14 ટકા મોંઘા થયા છે. HULનું કહેવું છે કે તેણે વધતી જતી ફુગાવાના કારણે પ્રોડક્ટની કિંમતમાં વધારો કરવાનું પગલું ભર્યું છે. તેના ઉત્પાદનોની નવી કિંમતો 14 માર્ચથી લાગુ થઈ ગઈ છે.
ફેબ્રુઆરીના જથ્થાબંધ ફુગાવાના આંકડા તાજેતરમાં થયાં છે જાહેર
ફેબ્રુઆરી 2022માં જથ્થાબંધ ભાવ સૂચકાંક (WPI) ફુગાવો વધીને 13.11 ટકા થયો હતો. સરકારી ડેટામાં જણાવવામાં આવ્યું છે કે ક્રૂડ ઓઈલ અને બિન ખાદ્ય ચીજવસ્તુઓના ભાવમાં વધારાને કારણે ખાદ્ય ચીજવસ્તુઓના ભાવમાં નરમાઈનો લાભ મળ્યો નથી અને જથ્થાબંધ ફુગાવો વધ્યો છે. એપ્રિલ 2021થી સતત 11મા મહિને જથ્થાબંધ ફુગાવો 10 ટકાથી ઉપર રહ્યો છે.જેના કારણે આ ભાવ વધારો કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.