નેપોટિઝમ માત્ર બોલિવૂડમાં જ છે પણ સાઉથ સિનેમામાં એ છે.જો આપણે સાઉથ ઈન્ડસ્ટ્રીને જરા નજીકથી જોઈએ તો જાણવા મળશે કે આજે પણ ત્યાં એ જ અમુક પરિવારનું વર્ચસ્વ છે,
સાઉથ સિનેમામાં પણ નેપોટિઝમ છે
સાઉથ ઈન્ડસ્ટ્રીમાં અમુક જ પરિવારનું વર્ચસ્વ છે
સાઉથ સિનેમાના ટોચના સ્ટાર્સ આ જ પરિવારોનો ભાગ છે
બોલિવૂડ પર હંમેશા નેપોટીઝમ આરોપ લાગતો આવ્યો છે. લોકો અવારનવાર કહેતા રહે છે કે બોલિવૂડમાં નેપોટિઝમ છે અને સ્ટારકિડ્સને એ કારણે સરળતાથી તક મળે છે. એવામાં લોકો એમ કહે છે કે સ્ટારકિડ્સ કોઈપણ મહેનત અને ટેલેન્ટ વિના આગળ બધી જાય છે અને બીજી તરફ બોલિવૂડમાં જે વ્યક્તિનો કોઈ ગોડફાધર નથી તેઓ સંઘર્ષ કરતા રહે છે.
જો કે એવું નથી કે નેપોટિઝમ માત્ર બોલિવૂડમાં જ છે પણ સાઉથ સિનેમામાં એ નેપોટિઝમ છે. ભલે ત્યાં તેની વાત નથી થતી પણ જો આપણે સાઉથ ઈન્ડસ્ટ્રીને જરા નજીકથી જોઈએ તો જાણવા મળશે કે આજે પણ ત્યાં એ જ પરિવારનું વર્ચસ્વ છે, જે શરૂઆતમાં હતું. સાઉથ સિનેમાના ટોચના સ્ટાર્સ આ જ પરિવારોનો ભાગ છે.
અલ્લુ અર્જુન
સાઉથ સિનેમાનો સુપરસ્ટાર કહેવતો અલ્લુ અર્જુન તેના પરિવારની ત્રીજી પેઢીને આગળ લઈ જઈ રહ્યો છે. જણાવી દઈએ કે તેના દાદા અલ્લુ રામલિંગૈયા સાઉથ ઇન્ડસ્ટ્રીનો એક મોટો અને લોકપ્રિય ચહેરો હતો. સાથે જ તેલુગુ સિનેમામાં તેમને 1990માં પદ્મશ્રી આપવામાં આવ્યો હતો અને અલ્લુ અર્જુનના પિતા અલ્લુ અરવિંદ પણ જાણીતા ફિલ્મ નિર્માતા છે. આ સાથે જ અલ્લુ અર્જુનનો ભાઈ અલ્લુ સિરીશ પણ ફિલ્મોમાં કામ કરે છે.
રામ ચરણ, ચિરંજીવી
રામ ચરણ તે ઈન્ડસ્ટ્રીમાં સૌથી વધુ કમાણી મેળવનાર કલાકારોમાંથી એક છે. જણાવી દઈએ કે રામ ચરણ સાઉથ સિનેમાના મોટા પરિવાર સાથે સંબંધ ધરાવે છે અને તેની માતા અલ્લુ સુરેખા અલ્લુ રામલિંગૈયાની પુત્રી છે. આ સાથે જ રામ ચરણના પિતા ચિરંજીવી પણ જાણીતા સ્ટાર છે. આ સિવાય ચિરંજીવી સિવાય તેના બંને ભાઈઓ પવન કલ્યાણ અને નાગેન્દ્ર બાબુનું નામ સાઉથના મોટા સ્ટાર્સમાં સામેલ છે. આ બધા સિવાય એક કનેક્શન એ છે કે રામ ચરણ અલ્લુ અર્જુનના કઝીન ભાઈ પણ છે.
રજનીકાંત, ધનુષ
આપણે બધા જાણીએ છીએ કે હિન્દી સિનેમાથી લઈને સાઉથ સિનેમા સુધી રજનીકાંતનો દબદબો છે. જ્યારે રજનીકાંત પોતાના અભિનયથી લાખો લોકોના દિલ પર રાજ કરે છે અને તેની પુત્રીઓ ઐશ્વર્યા અને સૌંદર્યા ડિરેક્શનની દિશામાં નામ રોશન કરે છે તો રજનીકાંતનો જમાઈ ધનુષ પણ સાઉથ સિનેમાના મોટા સ્ટાર્સમાંના એક છે.
રાણા દગ્ગુબાતી
ફિલ્મ પ્રોડ્યુસર દગ્ગુબાતી રામાનાયડુએ 1964માં 'સુરેશ પ્રોડક્શન' શરૂ કર્યું હતું. જણાવી દઈએ કે દગ્ગુબાતીને ત્રણ બાળકો છે દગ્ગુબતી વેંકટેશ, દગ્ગુબાતી બાબુ અને લક્ષ્મી દગ્ગુબાતી અને આ જ દગ્ગુબાતી પરિવારમાં જન્મેલા દગ્ગુબાતી વેંકટેશ સાઉથ સિનેમાના સુપરસ્ટાર છે હવે રાણા દગ્ગુબાતી પણ સાઉથ સિનેમાના આ મોટા પરિવારનો એક ભાગ છે.
નાગાર્જુન
અક્કીનેની ફેમિલી સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના મોટા પરિવારોમાંથી એક છે. જણાવી દઈએ કે અક્કીનેની નાગેશ્વર રાવ સાઉથ સિનેમાના પ્રખ્યાત અભિનેતા અને નિર્માતા હતા અને તેમના પુત્ર અક્કીનેની નાગાર્જુને પણ સાઉથ સિનેમામાં ઘણું નામ કમાયું હતું, હવે નાગાર્જુનનો દીકરો નાગા ચૈતન્ય અને અખિલ અક્કીનેની પણ ફિલ્મોમાં પોતાનો પગ જમાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
જુનિયર એનટીઆર
જુનિયર એનટીઆરનું પૂરું નામ નંદમુરી તારકા રામા રાવ છે અને એ પણ સાઉથ સિનેમાના મોટા અને જાણીતા પરિવારનો એક ભાગ છે. જુનિયર એનટીઆરના દાદા રામારાવ એ કલાકાર અને ફિલ્મ નિર્માતા હતા. એનટી રામારાવને ભારતીય સિનેમામાં તેમના યોગદાન બદલ ભારત સરકાર દ્વારા 1968માં પદ્મશ્રી આપવામાં અવાયો હતો. એ બાદ જુનિયર NTRના પિતા નંદમુરી હરિકૃષ્ણા પણ એક અભિનેતા, નિર્માતા હતા. આ સાથે જ જુનિયર એનટીઆરના ભાઈ આનંદમુરી કલ્યાણ રામ પણ અભિનેતા છે.