Nepal was stubborn at the behest of China, now if India needs corona vaccine, look what India said
કોવિડ 19 /
ચીનના ઈશારા પર અકડ દેખાડતું હતું નેપાળ, હવે કોરોના વૅક્સિનની જરૂર પડી તો ભારતને જુઓ શું કહ્યું
Team VTV05:17 PM, 05 Jan 21
| Updated: 05:19 PM, 05 Jan 21
નેપાળના વિદેશમંત્રી પ્રદીપકુમાર ગ્યાવલીએ સૌથી પહેલા રસીને લઈને ભારતને શુભેચ્છાઓ પાઠવી હતી, જેના પછી તેમણે કહ્યું હતું કે અમે ભારતને સૌથી પહેલાથી કહી જ રાખ્યું છે કે જ્યારે તે બીજા દેશોને વૅક્સિન આપવાનું શરુન કરી દે ત્યારે અમને પ્રાથમિકતા આપે.
ચીનના ઇશારે કૂદતું નેપાળ હવે ભારતના શરણે
કોરોના વેક્સિન આપવા મામલે કરી વિનંતી
ભારત માટે કહ્યું, માત્ર તમે જ અમને રસી આપી શકો છો
ભારત માં કોરોના રસીને મંજૂરી મળ્યા બાદ હવે અન્ય દેશો પણ આ રસીને મેળવવા માટે ભારત ના દરવાજા ખટખટાવી રહયા છે, ચીનના ખીલે કૂદી રહેલું નેપાળ પણ જો કે હવે આ લિસ્ટમાં સામેલ થવા માટે થનગની રહ્યું છે અને આજે નેપાળના વિદેશમંત્રીએ કોરોના રસી બાબતે ભારત ને શુભેચછાઓ પાઠવી હતી અને કહ્યું હતું કે ભારત જ્યારે પણ અન્ય દેશોને રસી આપવાનું શરુ કરે ત્યારે નેપાળ ને પ્રાથમિકતા આપવામાં આવે.
નેપાળે નિવેદન જાહેર કરીને કહ્યું, માત્ર ભારત જ અમને રસી આપી શકે છે
મહત્વનું છે કે આની પહેલા નેપાળ દ્વારા એક નિવેદન જાહેર કરવામાં આવ્યું હતું જેમાં કહેવામાં આવ્યું હતું કે માત્ર ભારત જ તેમને રસી આપી શકે છે. નેપાળના વિદેશમંત્રીએ કહ્યું હતું કે બંને દેશોના બોર્ડર એકબીજાની ઘણા નજીક છે અને ઓપન છે, માટે જો કોવિડ સામેની લડાઈમાં અગર એકપણ દેશ કમજોર રહી જાય છે તો બંનેને તેનાથી નુકસાન થઇ શકે છે.
નેપાળ તરફથી વધુ માહિતી આપતા જણાવાયું હતું કે અમારા તરફથી ભારત ને સ્પષ્ટ કરી દેવાયું છે કે અમને કેટલી વેક્સિનની જરૂર પડશે?મહત્વનું છે કે હાલમાં નેપાળ ની આબાદી 28 મિલિયન છે અને નેપાળની સરકાર ત્યાંની 21 મિલિયન આબાદીનું જ રસીકરણ કરવા માંગે છે, 14 વર્ષથી નાની ઉમરના બાળકોની આબાદી લગભગ 28 ટકા છે જેને સરકાર હાલમાં રસી આપવા માંગતી નથી. આ મામલે નેપાળ દ્વારા જણાવાયું હતું કે ભારત ટ્રારફ્થી અમને સ્પષ્ટ કરી દેવાયું છે કે ભારત તેના પાડોશી દેશોનું રસીકરણના મામલે ધ્યાન રાખશે.
નેપાળની સંસદ દ્વારા વિવાદાસ્પદ નકશાને મંજૂરી આપવામાં આવી હતી
નોંધનીય છે કે હજુ થોડા સમય પહેલા જ ભારત અને નેપાળ વચ્ચે સીમા વિવાદનો પ્રશ્ન ઊભો થયો હતો, નેપાળની સંસદ અને સરકાર દ્વારા એક વિવાદાસ્પદ નકશાને મંજૂરી આપવામાં આવી હતી જેમાં નેપાળની સરકારે ભારતના પ્રદેશ ઉપર દાવો કરીને તેને નેપાળ માં સમાવીને તેને પોતાના ભાગ તરીકે દેખાડ્યો હતો. ભારતની સામે આ મામલે પોતાનો કેસ મજબૂત કરવા માટે નેપાળ સરકારન દ્વારા એક કમીટી પણ નિયુક્ત કરવામાં આવી હતી.