બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 05:27 PM, 24 July 2024
નેપાળમાં 18 લોકોનો ભોગ લેનારી વિમાની દુર્ઘટનામાં એક જ પરિવારના 3 સભ્યોના મોત થયાં છે. ફ્લાઇટ મેન્ટેનન્સ સ્ટાફ મનુરાજ શર્મા, તેમની પત્ની પ્રિજા ખાતિવાડા અને ચાર વર્ષના પુત્ર અધિરાજ શર્માનું દુર્ઘટનામાં મોતને ભેટ્યાં છે. પ્રિજા સરકારી કર્મચારી હતી અને ઉર્જા મંત્રાલયમાં સહાયક કોમ્પ્યુટર ઓપરેટર તરીકે કામ કરતી હતી.
ADVERTISEMENT
⚡⚡BREAKING ⚡ ⚡
— Amit Bhatia I अमित भाटिया (@ameet1012) July 24, 2024
Plane crash at Kathmandu International Airport.
Tragedy struck as a plane belonging to Saurya Airlines crashed at Tribhuvan International Airport (TIA) in Kathmandu, Nepal, igniting into flames.
According to sources at Tribhuvan International Airport, the… pic.twitter.com/BO05TEH6En
એકમાત્ર પાયલટ બચ્યાં
ADVERTISEMENT
આ દુર્ઘટનામાં 37 વર્ષીય કેપ્ટન એમઆર શાક્યનો જીવ બચી ગયો છે અને તેમને ક્રેશ સ્થળ પરથી બચાવી લેવામાં આવ્યા છે. હાલમાં તેમની સારવાર ચાલું છે.
વધુ વાંચો : નેપાળના કાઠમંડુમાં પ્લેન ક્રેશ થતા 10થી વધુ યાત્રિકોનાં મોત, જાણો કેટલા મુસાફરો હતા સવાર
ઉડાણ ભરતાં જ ક્રેશ થયું
દુર્ઘટનાનો ભોગ બનેલ વિમાન બોમ્બાર્ડિયર CRJ-200ER હતું જેનું નિર્માણ વર્ષ 2003માં થયું હતું. આ વિમાનને સમારકામ માટે લઈ જવામાં આવી રહ્યું હતું. એરલાઈન્સે કહ્યું છે કે પ્લેન પોખરા જઈ રહ્યું હતું જેથી સમારકામ બાદ તેનું ટેક્નિકલ ઈન્સ્પેક્શન થઈ શકે. પ્લેન રનવે 2 પરથી ઉડાન ભરી અને રનવે 20 પર ક્રેશ થયું હતું જેમાં 18 લોકોના મોત થયાં હતા.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.