બ્રેકિંગ ન્યુઝ
VTV / વિશ્વ / સામે આવ્યો નેપાળ પ્લેન ક્રેશની અંતિમ ક્ષણનો ખૌફનાક Video, જુઓ એકઝાટકે વિમાન કેવી રીતે થઈ ગયું ક્રેશ
Last Updated: 02:37 PM, 24 July 2024
નેપાળના કાઠમંડુના ત્રિભુવન ઇન્ટરનેશનલ એરપોર્ટ પર બુધવારે એક પ્લેન ક્રેશ થઈ ગયું. કાઠમંડુથી પોખરા જઈ રહેલું સૂર્યા એરલાઈન્સનું વિમાન 19 મુસાફરોને લઈને ટેકઓફ કર્યા બાદ જમીન પર પડી ગયું અને તેમાં આગ લાગી ગઈ. આ દુર્ઘટનામાં 18 મુસાફરોએ જીવ ગુમાવ્યો છે અને એક પાયલોટને બચાવી લેવામાં આવ્યો છે. દુર્ઘટનાનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં જોવા મળી રહ્યું છે કે પ્લેન રનવે પર ટેકઓફ કર્યા બાદ તરત જ જમીન પર પડી જાય છે અને આગ લાગી જાય છે.
ADVERTISEMENT
नेपाल के काठमांडू में विमान क्रैश
— बीपीएससी शिक्षक बहाली,बिहार (@ShikshakBahali) July 24, 2024
त्रिभुवन इंटरनेशनल एयरपोर्ट पर विमान क्रैश
हादसे में 18 लोगों की मौत#Nepal #NepalPlaneCrash https://t.co/xI2j8ZZtAd
પ્રત્યક્ષદર્શીઓએ સ્થાનિક મીડિયાને જણાવ્યું કે પ્લેન રનવેના દક્ષિણી છેડેથી ટેકઓફ કરી રહ્યું હતું. અચાનક પ્લેન પલટી ગયું અને ઝટકો લાગીને જમીન પર પટકાયું. જમીન પર પટકાતાની સાથે જ એરક્રાફ્ટમાં આગ લાગી ગઈ અને તે પછી રનવેની પૂર્વ બાજુએ એક ખીણમાં પડી ગયું. દુર્ઘટના બાદ આખા એરપોર્ટ પર ધુમાડાના ગોટેગોટા દેખાવા લાગ્યા. પોલીસ અને અગ્નિશામક દળ દુર્ઘટના સ્થળે બચાવ કામગીરીમાં લાગેલા છે.
ADVERTISEMENT
18ના મોત, પાયલોટનો જીવ બચી ગયો
નેપાળની સિવિલ એવિએશન ઓથોરિટી (CAAN) એ પ્લેનમાં સવાર 19 લોકોમાંથી 18 લોકોના મોતની પુષ્ટિ કરી છે. આ તમામ મુસાફરો એરલાઈન્સના સ્ટાફ હતા. વિમાને સવારે 11:11 વાગ્યે ત્રિભુવન એરપોર્ટથી પોખરા માટે ઉડાન ભરી હતી અને એરપોર્ટના પૂર્વ ભાગમાં રનવેથી અમુક અંતરે ક્રેશ થઈ ગયું. આ દુર્ઘટનામાં પ્લેનના પાયલોટનો જીવ બચી ગયો છે અને તેમને ક્રેશ સ્થળ પરથી બચાવી લેવામાં આવ્યા છે. તેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
કહેવામાં આવી રહ્યું છે કે આ વિમાન બોમ્બાર્ડિયર CRJ-200ER હતું જેને વર્ષ 2003માં બનાવવામાં આવ્યું હતું. એરલાઈન સ્ટાફ પ્લેનને સમારકામ માટે લઈ જઈ રહ્યો હતો. એરલાઈન્સે કહ્યું છે કે પ્લેન પોખરા જઈ રહ્યું હતું જેથી સમારકામ બાદ તેનું ટેક્નિકલ ઈન્સ્પેક્શન થઈ શકે. પ્લેન રનવે 2 પરથી ટેકઓફ થયું અને રનવે 20 પર ક્રેશ થયું. વિમાન દુર્ઘટના અંગેની પ્રાથમિક માહિતીમાં કહેવામાં આવ્યું છે કે વિમાને ખોટો વળાંક લીધો હતો. વિમાને ટેકઓફ કર્યા પછી ડાબે વળવાનું હતું અને તેના બદલે જમણે વળ્યું અને ટેક ઓફની એક મિનિટમાં ક્રેશ થઈ ગયું.
આ પણ વાંચો: શું છે આ વોક માઇન્ડ વાયરસ? જેને એલન મસ્કે ગણાવ્યો પોતાના પુત્રનો હત્યારો
નેપાળમાં વિમાન દુર્ઘટનાઓનો સિલસિલો
નેપાળમાં વિમાન દુર્ઘટના કોઈ નવી વાત નથી, ગયા વર્ષે જાન્યુઆરીમાં જ ત્યાં એક મોટી વિમાન દુર્ઘટના થઈ હતી જેમાં 72 લોકોના મોત થયા હતા. યેતી એરલાઈન્સનું પ્લેન પોખરા એરપોર્ટ પર ઉતરતા પહેલા ક્રેશ થયું હતું, જેમાં સવાર તમામ મુસાફરોના મોત થયા હતા. એ પહેલા મે 2022માં નેપાળમાં અન્ય એક વિમાન દુર્ઘટનામાં 22 લોકો માર્યા ગયા હતા. પ્લેન પોખરાથી જોસમોસ જઈ રહ્યું હતું ત્યારે ક્રેશ થયું હતું. નેપાળમાં બીજી મોટી વિમાન દુર્ઘટના માર્ચ 2018માં થઈ હતી જેમાં 51 લોકો માર્યા ગયા હતા. પ્લેન બાંગ્લાદેશથી નેપાળ આવી રહ્યું હતું અને ત્રિભુવન એરપોર્ટ પર જ ક્રેશ થયું હતું.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.