બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / નેપાળની ચલણી નોટમાં ભારતના વિસ્તારને પોતાનો ભાગ બતાવતા વિવાદ, ચીન સાથે છે કનેક્શન

વિશ્વ / નેપાળની ચલણી નોટમાં ભારતના વિસ્તારને પોતાનો ભાગ બતાવતા વિવાદ, ચીન સાથે છે કનેક્શન

Last Updated: 03:29 PM, 31 October 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નેપાળની નવી નોટોની ડિઝાઈનને લઈને વિવાદ છેડાઈ ગયો છે. 100 રૂપિયાની આ નોટો પર નેપાળ નવા નકશામાં ભારતના ભાગોને પોતાના તરીકે બતાવશે. ચીનની એક કંપનીને આ નોટો બનાવવાનો કોન્ટ્રાક્ટ મળ્યો છે.

Chinese Firm To Print Nepal Notes: ભારતના પાડોશી દેશ નેપાળની નવી નોટોને લઈને વિવાદ ઉભો થતો જોવા મળી રહ્યો છે. નેપાળની સેન્ટ્રલ બેંક, નેપાળ રાષ્ટ્ર બેંક (NRB)એ નેપાળની 100 રૂપિયાની નવી બેંક નોટ છાપવાનું કામ એક ચીની કંપનીને સોંપ્યું છે. આ નોટોમાં નેપાળનો સંશોધિત રાજકીય નકશો સામેલ છે.

નોટો છાપવાનો કોન્ટ્રાકટ ચાઈનાને આપવામાં આવ્યો

આ નકશામાં નેપાળે લિમ્પિયાધુરા, લિપુલેખ અને કાલાપાનીના વિવાદિત વિસ્તારોને પોતાનું જાહેર કર્યું છે. અહેવાલો અનુસાર, નેપાળની કેબિનેટે આ ડિઝાઇન અપડેટને મંજૂરી આપી દીધી છે. નોંધનીય છે કે 18 જૂન 2020ના રોજ બંધારણમાં સુધારો કરીને નેપાળે આ વિસ્તારોને રાજકીય નકશામાં સામેલ કર્યા હતા. તે સમયે ભારતે આ પગલાનો સખત વિરોધ વ્યક્ત કર્યો હતો. ભારતે વારંવાર સ્પષ્ટતા કરી છે કે લિપુલેખ, કાલાપાની અને લિમ્પિયાધુરા ભારતના અભિન્ન અંગો છે. નોંધનીય છે કે આ બેંક નોટો છાપવાનો કોન્ટ્રાક્ટ ચાઈના બેંક નોટ પ્રિન્ટિંગ એન્ડ મિન્ટિંગ કોર્પોરેશનને આપવામાં આવ્યો છે.

PROMOTIONAL 10

નેપાળ ભારતના પાંચ રાજ્યો સાથે સરહદો વહેંચે છે

એક અહેવાલમાં અનુસાર આ કરાર હેઠળ, ચીની કંપનીને 100 રૂપિયાની નોટોની 300 મિલિયન યુનિટ ડિઝાઇન, પ્રિન્ટિંગ, સપ્લાય અને વિતરણનું કામ સોંપવામાં આવ્યું છે. તેની અંદાજિત ઉત્પાદન કિંમત આશરે 9 મિલિયન અમેરિકન ડૉલર છે. નેપાળના નકશામાં 2020 માંસત્તાવાર ફેરફારોએ ભારત અને નેપાળ વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા સરહદ વિવાદને વધુ વેગ આપ્યો હતો. ભારતે નકશાના ફેરફારોને બાલિશ ગણાવ્યા હતા અને ચેતવણી આપી હતી કે પ્રાદેશિક દાવાઓનું કોઈપણ કૃત્રિમ વિસ્તરણને સ્વીકારશે નહીં. ભૌગોલિક રીતે નેપાળ ભારતના પાંચ રાજ્યો સાથે સરહદો વહેંચે છે. તેમાં સિક્કિમ, પશ્ચિમ બંગાળ, બિહાર, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડ સાથેની 1,850 કિમી સરહદનો સમાવેશ થાય છે.

વધુ વાંચો : રશિયાએ ગૂગલને ફટકાર્યો એટલો દંડ કે આખી દુનિયામાં નથી એટલા રૂપિયા, જાણો સમગ્ર મામલો

નેપાળના પીએમ આમંત્રણ વગર જ ચીન જશે!

એટલું જ નહીં નેપાળના વડાપ્રધાન કેપી શર્મા ઓલી વગર આમંત્રણે ચીનના પ્રવાસે જવાના છે. એક મીડિયા એજન્સીના અહેવાલમાંથી એવું જાણવા મળ્યું છે કે નેપાળનું વિદેશ મંત્રાલય સરકારના નવા કાર્યકાળના 100 દિવસ પૂરા થાય તે પહેલા વડાપ્રધાન ઓલીની ચીન મુલાકાત માટે તૈયારીઓનો પ્રસ્તાવ આપી રહ્યું છે. નેપાળના વડાપ્રધાન કેપી ઓલી ચીનની વગર આમત્રણે સરકારી મુલાકાતે જઈ રહ્યા છે. આ અહેવાલને લઈ નેપાળના વિદેશ મંત્રાલયનો તરફથી કોઈ જવાબ મળ્યો ન હતો.

બધાજ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/ એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

China Nepal Currency India
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ