બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 12:05 PM, 29 January 2022
ADVERTISEMENT
દેશમાં ઓમિક્રોનના કારણે લોકો પરેશાન છે ત્યારે વધુ એક નવા ઘાતક કોરોના વાઇરસ વેરિયન્ટની શોધે સમગ્ર દુનિયાનાં નાકે દમ લાવી દીધો છે.
ચીનમાંથી મળ્યો NeoCoV
ચીનના વુહાનના સંશોધકોએ સાઉથ આફ્રિકામાં મળી આવેલા એક નવા જ પ્રકારના કોરોના વાઇરસ ‘નિયોકોવ’ (NeoCoV)ને લઈને ચેતવણી આપી દીધી છે. તેમનો દાવો છે કે આ નવા કોરોના વાઇરસના વેરિયન્ટના ફેલાવાની ક્ષમતા અને એનાથી મોતનું જોખમ બંને ખૂબ વધુ છે.
ADVERTISEMENT
સાઉથ આફ્રિકાના ચામાચીડિયાઓમાં મળ્યો નવો વેરિયન્ટ
નિયોકોવ ચામાચીડિયાઓમાં ખૂબ ઝડપથી ફેલાય છે. એક રશિયન ન્યૂઝ એજન્સી અહેવાલ અનુસાર, કોરોનાનો આ નવો વેરિયન્ટ સાઉથ આફ્રિકાના ચામાચીડિયામાં જોવા મળ્યો છે.
આ વાઇરસથી માણસોને પણ જોખમ હોવાનું માનવામાં આવે છે. આ અગાઉ પણ 2019માં જ્યારે ચીનમાં વઉહાનમા કોરોના વાયરસ ચામાચીડિયા દ્વારા જ માણસોમાં ફેલાયાની વાત બહાર આવી હતી.
લેબમાંથી થયો લીક
ચીનના વુહાનની લેબમાં ચામાચીડિયા પર કરાતા પ્રયોગ દરમિયાન જ કોરોના વાઇરસ લીક થઈને માણસોમાં ફેલાયો. એક બીજી થિયરી અનુસાર, એ પણ પોસિબલ છે કે ચીને જાણીજોઈને કોરોના વાઇરસમાં જિનેટિક ફેરફાર કરીને તેને માણસોમાં ફેલાવ્યો હોય. જોકે ચીન આ થિયરીને વારંવાર નકારતું રહ્યું છે.
ચીનના કહેવા અનુસાર આ પશુઓમાંથી મણસોમાં ફેલાયો હતો અને પ્રાણીઓના માર્કેટમાંથી આવ્યો હતો.
નિયોકોવ વાયરસ કેવો છે?
ઈન્સ્ટિટ્યૂટ ઓફ બાયોફિઝિક્સના સંશોધકોનો ચોંકાવનારો દાવો
વુહાન યુનિવર્સિટી એન્ડ ધ ચાઈનીઝ એકેડમી ઓફ સાયન્સીઝ, ઈન્સ્ટિટ્યૂટ ઓફ બાયોફિઝિક્સના સંશોધકોનો ચોંકાવનારો દાવો છે કે આ નવો કોરોના વાઇરસ માણસ સુધી પહોંચવા માટે એમાં બસ હવે વધુ એક મ્યૂટેશનની જ જરૂર છે.જેના કારણે લોકોમાં ચિંતા વધી છે અને પ્રીવેન્ટીવ પગલાં લેવા તરફ વિચારવામાં આવી રહ્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.