Neither the police, nor the government, then the High Court itself took up the case, taking this big action
દુષ્કર્મ /
હાથરસ કાંડ : ન પોલીસ, ન સરકાર તો પછી હાઈકોર્ટે ખુદ કેસ લીધો હાથમાં, કરી આ મોટી કાર્યવાહી
Team VTV10:32 PM, 01 Oct 20
| Updated: 10:36 PM, 01 Oct 20
અલાહાબાદ કોર્ટ દ્વારા હાથરસ દુષ્કર્મ કેસની જાતે નોંધ લેવાતા ઉત્તર પ્રદેશના એડિશનલ ચીફ સેક્રેટરી (ગૃહ) અવનિશકુમાર અવસ્થી, DGP, ADG એલઓ અને હથરસના SPને આ કેસમાં 12 ઓક્ટોબર સુધી જવાબ આપવાનો આદેશ અપાયો છે.
અલ્હાબાદ હાઇકોર્ટે કરી મોટી કાર્યવાહી
હાથરસ કેસ બાબતે લીધો મોટો નિર્ણય
સુઓમોટો કાર્યવાહી કરીને જવાબો માંગ્યા
અલ્હાબાદ હાઈકોર્ટ એ હાથરસ ની ઘટના અંગે સુઓમોટો કરી છે. આ કેસને ધ્યાનમાં લેતા અલ્હાબાદ હાઈકોર્ટ ના જસ્ટિસ રાજન રાય અને જસ્ટિસ જસપ્રીતસિંઘની ખંડપીઠે ઉત્તરપ્રદેશના અધિક મુખ્ય સચિવ (ગૃહ) અવનિશકુમાર અવસ્થી, ડીજીપી, એડીજી એલઓ અને હાથરસના એસપી, ડી.એમ પાસે 12 ઓક્ટોબર સુધીમાં જવાબ માંગ્યો છે. હાઈકોર્ટની ડબલ બેંચે પણ હાથરસ કેસમાં પોલીસ-પ્રશાસનની ભૂમિકા અંગે નારાજગી વ્યક્ત કરી છે.
પીડિતાના પરિવારની તરફેણમાં અવાજ ઉઠ્યો
મહત્વની વાત એ છે કે હાથરસ ગેંગરેપ કેસ માં પીડિતાની મોત બાદ વિવાદ ખતમ થવાનું નામ નથી લઈ રહ્યો. મંગળવારે પોલીસ એ મૃતદેહનો બળજબરીપૂર્વક અંતિમ સંસ્કાર કર્યા બાદ બુધવારે રસ્તા પર દલિત સમાજ નો રોષ ફાટી નીકળ્યો હતો.
તમામ જગ્યાએ લોકોએ બજારો બંધ રાખ્યા હતા, સાથે સફાઇ કામદારોએ હડતાળ ની જાહેરાત કરી હતી. રસ્તા પર ઉતરેલા સેંકડો લોકોએ આરોપીઓને ફાંસી ની સજા આપવામાં આવે તેવી માંગ સાથે પોલીસ વહીવટ અને સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.
આ દરમિયાન લોકોએ વાહનોને પણ સળગાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે બાદમાં પોલીસ એ લાઠીચાર્જ અને ટીયર ગેસના શેલ છોડીને ટોળાને ધકેલી દીધા હતા. આ આક્રોશને કારણે આખા શહેરમાં તણાવપૂર્ણ વાતાવરણ છે. લોકો મૃતકના પરિવારને ન્યાય અપાવવા નારા લગાવી રહ્યા છે.