બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / વિશ્વ / Neha Thakur wins silver medal in sailing on third day of Asian Games, now 12 medals in the name of the country

Asian Games 2023 / એશિયન ગેમ્સના ત્રીજા દિવસે ભારતે સેલિંગમાં જીત્યો સિલ્વર મેડલ, નેહા ઠાકુરે વધાર્યું ગૌરવ, હવે 12 મેડલ દેશના નામે

Megha

Last Updated: 11:54 AM, 26 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Asian Games : ચીનના હાંગઝોઉમાં રમાઈ રહેલી 19મી એશિયન ગેમ્સનો આજે ત્રીજો દિવસ છે. નેહા ઠાકુરે સેલિંગમાં સિલ્વર મેડલ જીત્યો, આ સાથે જ એશિયન ગેમ્સમાં ભારતે એક ડઝન મેડલ જીતી લીધા છે.

  • એશિયન ગેમ્સમાં ભારતે એક ડઝન મેડલ જીતી લીધા
  • ત્રીજા દિવસે ભારત માટે પહેલો મેડલ મળી ગયો છે
  • નેહા ઠાકુરે સેલિંગમાં સિલ્વર મેડલ જીત્યો છે

Asian Games : એશિયન ગેમ્સમાં ભારતે એક ડઝન મેડલ જીતી લીધા છે. જેમાં 2 ગોલ્ડ મેડલ છે. ત્રીજા દિવસે ભારત માટે પહેલો મેડલ મળી ગયો છે. નેહા ઠાકુરે સેલિંગમાં સિલ્વર મેડલ જીત્યો છે.  17 વર્ષની નેહા ઠાકુરે ગર્લ્સ ડીંગી ILCA4 ઇવેન્ટમાં 11 રેસમાં કુલ 27 પોઈન્ટ સાથે સિલ્વર જીત્યો હતો. થાઈલેન્ડની નોપાસોર્ન ખુનબૂનજાને 16 પોઈન્ટ સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો જ્યારે સિંગાપોરની કેઈરા મેરી કાર્લાઈલે 28 પોઈન્ટ સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

ભારતે અત્યાર સુધીમાં 2 ગોલ્ડ સહિત એક ડઝન મેડલ જીત્યા છે 
મેહુલી ઘોષ, આશી ચોકસે અને રમિતા જિંદાલ - 10 મીટર એર રાઈફલ ટીમ ઈવેન્ટ (શૂટિંગ): સિલ્વર 
અર્જુન લાલ જાટ અને અરવિંદ સિંહ, પુરુષોની લાઇટવેઇટ ડબલ સ્કલ્સ (રોઇંગ): સિલ્વર 
બાબુ લાલ અને લેખ રામ, મેન્સ કોક્સલેસ ડબલ્સ - (રોઇંગ): બ્રોન્ઝ 
મેન્સ કોક્સેડ 8 ટીમ - (રોઇંગ): સિલ્વર 
રમિતા જિંદલ - મહિલા 10 મીટર એર રાઈફલ (શૂટિંગ): બ્રોન્ઝ 
ઐશ્વર્ય તોમર, રૂદ્રાંક્ષ પાટીલ અને દિવ્યાંશ પંવાર, 10 મીટર એર રાઈફલ ટીમ ઈવેન્ટ (શૂટીંગ): ગોલ્ડ 
આશિષ, ભીમ સિંહ, જસવિન્દર સિંહ અને પુનીત કુમાર - મેન્સ કોક્સલેસ 4 (રોઇંગ): બ્રોન્ઝ 
પરમિન્દર સિંઘ, સતનામ સિંઘ, જાકર ખાન અને સુખમીત સિંહ - મેન્સ ક્વાડ્રુપલ સ્કલ્સ (રોઇંગ): બ્રોન્ઝ 
ઐશ્વર્ય પ્રતાપ સિંહ તોમર - પુરુષોની 10 મીટર એર રાઈફલ (શૂટિંગ): બ્રોન્ઝ 
અનીશ, વિજયવીર સિદ્ધુ અને આદર્શ સિંહ - પુરુષોની 25 મીટર રેપિડ ફાયર પિસ્તોલ (શૂટિંગ): બ્રોન્ઝ 
મહિલા ક્રિકેટ ટીમઃ ગોલ્ડ 
નેહા ઠાકુર સેલિંગ (ડીંગી – ILCA4 ઇવેન્ટ): સિલ્વર

સંકળાયેલા મુદ્દાઓ

19મી એશિયન ગેમ્સ Asian Games Neha Thakur wins silver medal asian games 2023 એશિયન ગેમ્સ 2023 નેહા ઠાકુર હાંગઝોઉ એશિયન ગેમ્સ asian games 2023
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ