બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / Neha Kakkar recreate Falguni Pathak Song O Sajna Users Stars Trolling Singer

મનોરંજન / ફાલ્ગુની પાઠકનાં જાણીતા ગીતનું નેહા ક્ક્કરે બનાવ્યું રિમિક્સ, ફેન્સ બગડ્યા- બેન અમે તમારું શું બગાડ્યું છે?

Megha

Last Updated: 12:28 PM, 23 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હાલમાં જ નેહા ક્ક્કરે 90ના દાયકાનું સિંગર ફાલ્ગુની પાઠકનું હિટ પોપ લોકપ્રિય ગીત 'મૈંને પાયલ હૈ છનકાઈ' ને પોતાની સ્ટાઈલમાં રિક્રિએટ કર્યું છે.

  • નેહા ક્ક્કર ફરી તેના ગીતને લઈને થઈ ટ્રોલ 
  • નેહાએ સિંગર ફાલ્ગુની પાઠકનું હિટ પોપ ગીત કર્યું રિક્રિએટ
  • હિટ ક્લાસિક ગીતને બગાડવા માટે નેહા ક્ક્કર પર ગુસ્સે થયા લોકો 

નેહા ક્ક્કર તેની સિંગિગને લઈને લોકો વચ્ચે ઘણી જાણીતી છે, ઘણા લોકોને એમના સોંગ્સ પસંદ આવે છે તો ઘણા લોકો તેને ટ્રોલ કરે છે. જો કે તેમના દ્વારા ગાયેલા ઘણા ગીતો ચાહકોની ફેવરિટ લિસ્ટમાં સામેલ છે પણ લોકોનો એક વર્ગ એવો છે જે હંમેશા તેને અને તેના ગીતોને ટ્રોલ કરતો રહે છે. સોશિયલ મીડિયામાં નેહા ક્ક્કર વધુ પડતી ટ્રોલ થતી રહે છે અને હાલ ફરી એક વખત નેહા ચર્ચાનો વિષય બની છે. હાલ સોશ્યલ મીડિયા પર લોકો તેના ગાવા પર પ્રતિબંધ મૂકવાની વાત કરી રહ્યા છે તો ઘણા લોકો નેહાને ગાવાનું બંધ કરવાની વિનંતી કરી રહ્યા છે. વાત આટલે જ નથી અટકતી પણ કેટલાક યુઝર્સ નેહા ક્ક્કરને જેલમાં મોકલવાની વાત પણ કરી રહ્યા છે. ફરી એક વખતે લોકોને નેહા કક્કડ પર કેમ ગુસ્સો આવ્યો છે ચાલો એ વિશે અમે તમને જણાવીએ.. 

નેહા ક્ક્કરને ટ્રોલ કરી રહ્યા છે લોકો 
હાલમાં જ નેહા ક્ક્કરે 90ના દાયકાનું સિંગર ફાલ્ગુની પાઠકનું હિટ પોપ લોકપ્રિય ગીત 'મૈંને પાયલ હૈ છનકાઈ' ને પોતાની સ્ટાઈલમાં રિક્રિએટ કર્યું છે. ગીત પડ્યા પછી એક તરફ કેટલાક લોકો આ ગીતને ખૂબ પસંદ કરી રહ્યા છે તો કેટલાક લોકો આ ગીતને લઈને નેહાને ટ્રોલ કરી રહ્યા છે. જણાવી દઈએ કે ખાસ કરીને નેહા ક્ક્કરે આ ગીત રિક્રિએટ કર્યું એ જોઈને ફાલ્ગુની પાઠકના ફેન ક્લબના લોકો ઘણા ગુસ્સે ભરાયા છે. સોશ્યલ મીડિયા પર લોકો આ ગીતમાં નેહાના અવાજની ખૂબ ટીકા કરી રહ્યા છે. આ સાથે જ 90ના દાયકાના આ હિટ ક્લાસિક ગીતને બગાડવા માટે નેહા ક્ક્કરને ટ્રોલ પણ કરી રહ્યા છે. 

નેહા ક્ક્કરે 'મૈંને પાયલ હૈ છનકાઈ' ગીત ગાયુ
તમને જણાવી દઈએ કે હાલમાં જ નેહા ક્ક્કરના આ ગીતને ટી-સીરીઝના ટ્વિટર હેન્ડલ પર શેર કરવામાં આવ્યું હતું અને એ ગીત સાંભળ્યા પછી ઘણા લોકો નેહા પર ભડક્યા છે. આ સાથે જ ઘણા યૂઝર્સ નેહાને કહી રહ્યા છે કે તેમના બાળપણના મનપસંદ મ્યુઝિકલ યાદોને નેહા રિમિક્સ બનાવીને નષ્ટ કરી રહી છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Falguni pathak Neha Kakkar નેહા કક્કર ફાલ્ગુની પાઠક Neha Kakkar
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ