નેહા ધૂપિયાએ લગ્નના એક મહિના બાદ કર્યો ચોંકાવનારો ખુલાસો, પતિના ઊડી શકે છે હોંશ

By : krupamehta 11:58 AM, 14 June 2018 | Updated : 11:58 AM, 14 June 2018
નેહા ધૂપિયા અને અંગદ બેદીના લગ્નને એક મહિનો થઇ ગયો છે. હવે એવામાં નેહાએ એક મોટો ખુલાસો કર્યો છે. એક ઇન્ટરવ્યૂમાં નેહાએ જણાવ્યું કે એના લગ્ન માટે સૌથી પહેલા કરણ જ્હોરને જાણ હતી.  
 
એક દિવસ એ એના ઘરના સોફા પર બેઠી હતી અને એને કહી બેઠી કે એ લગ્ન માટે તૈયાર છે અને કરણ જ્હોરે કહ્યું સારી વાત છે. આટલું જ નહીં કરણ જ્હોરે કહ્યું કે એ જ આ સમાચારને પોસ્ટ કરશે. 

ત્યારબાદ અંગદ બેદી માટે જણાવતા કહ્યું કે 4 વર્ષ પહેલા અંગદે એને લગ્ન માટે પૂછ્યું હતું પરંતુ ત્યારે હું બીજા સાથે રિલેશનમાં હતી અને મે ના પાડી દીધી. એનો પ્રેમ એકતરફી હતો. 

4 વર્ષ બાદ જ્યારે મારું બ્રેકઅપ થયું તો એનુ કહેવું હતું કે મે મારી લાઇફના 4 વર્ષ ગુમાવી દીધા. આ વખતે અંગદે મારી સાથે નહીં પરંતુ મારા પરિવારના લોકો સામે લગ્નની ઇચ્છા વ્યક્ત કરી અને મારા પરિવારના લોકો માની ગયા. જો કે અંગદની મા મને લગ્ન પહેલા મળવા માંગતી હતી. 

નેહા ધૂપિયા અને અંગદ બેદીના અચાનક લગ્નએ દરેક લોકોને હેરાન કરી દીધા હતા. 
 Recent Story

Popular Story