બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Negligence of Udgam School in Ahmedabad: Hungry and thirsty students were kept in school bus for 2 hours

અમદાવાદ / VIDEO: 'અમે ઘરેથી જ પાણી લાવ્યા હતા' : સવારના ભૂખ્યા તરસ્યા વિદ્યાર્થીઓને ઉદગમ સ્કૂલની બસમાં ભર બપોરે 2 કલાક બેસાડી રાખ્યા

Vishnu

Last Updated: 09:59 PM, 4 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સ્કૂલના મિસ મેનેજમેન્ટ સામે વાલીઓએ રોષે ભરાઈ વીડિઓ વાયરલ કર્યો, સ્કૂલ 12 વાગ્યે છૂટી અને બાળકને 2.30 સુધી બસમાં રાખ્યા

  • કંગાળ મેનેજમેન્ટ !
  • ઉદગમ સ્કૂલની બેદરકારી 
  • સ્કૂલ બસમાં 2 કલાક બેસાડી રાખ્યા
  • ભૂખ્યા તરસ્યા બાળકો રડવા લાગ્યા

અમદાવાદની ઉદગમ સ્કૂલની બેદરકારીનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. સ્કૂલના જ ટ્રાન્સપોર્ટેશનની અવ્યવસ્થાને કારણે ભૂખ્યા તરસ્યા વિદ્યાર્થીઓને ગરમીમાં 2 કલાક બેસાડી રાખ્યા હતા. 
સ્કૂલના મિસ મેનેજમેન્ટ સામે વાલીઓએ રોષે ભરાઈ વીડિઓ વાયરલ કર્યો હતો.

અમદાવાદની ઉદગમ સ્કૂલના અણઘડ વહીવટ
આમ તો શાળાઓ ફી વસૂલવામાં માહેર છે પણ જ્યારે સુવિધાની વાત આવે ત્યારે બહાના બતાવી છટકી જવામાં પણ એટલી જ માહેર છે. અમદાવાદની જાણીતી ઉદગમ સ્કૂલમાં વિદ્યાર્થીઓને સ્કૂલ બસમાં ભરીને 2 કલાક બેસાડી રાખ્યા હતા.  સ્કૂલના જ ટ્રાન્સપોર્ટેશનની અવ્યવસ્થા સર્જાઇ હતી જેથી 2 કલાકથી પણ વધુ સમયથી વિદ્યાર્થીઑ ભૂખ્યા તરસ્યા વિદ્યાર્થીઓ ગરમીમાં હેરાન થયા હતા અને રડવા લાગ્યા હતા.ઉદગમ સ્કૂલમાં સવારે 7 થી 12 અને બપોરે 12:30 થી 5:30 વાગ્યા સુધી બે પાળીમાં શાળા ચાલી રહી છે. પણ આજે સ્કૂલના મિસ મેનેજમેન્ટને કારણે બસ ટાઈમ પર ત્યાં હાજર ન હતી આથી બાળકો 42 ડિગ્રી તાપમાનમાં ભર ઉનાળે બસની રાહ જોઇ રહ્યા હતા.

ભૂખ્યા તરસ્યા વિદ્યાર્થીઓ ગરમીમાં હેરાન થતા રડવા લાગ્યા 
આશરે 12 :45 વાગયાની આસપાસ બસ આવી ગઈ હતી પણ ત્યાં સુધીમાં ઘણા વિદ્યાર્થીઓ પોત પોતાની રીતે જતા રહ્યા હતા તેથી ડ્રાઈવર અને શાળા પ્રશાસન ગોથે ચડ્યું હતું. ઘણા બાળકો મળ્યા ન હતા તો ઘણા બાળકો રડવા લાગ્યાં હતા. અરે ભૂખ અને પાણીથી તરસ્યા બાળકોને ગરમી સહન ન થતાં કેટલાકને ઊલટી પણ થઈ હતી. બાળકો ટાઈમસર ઘરે ન પહોંચતા વાલીઓ પણ ચિંતામાં મુકાયા હતા. અને શાળા તરફ દોડી ગયા હતા. જ્યાં બાળકોની હાલત જોઇ વાલીઓ પણ થોડી ક્ષણ માટે તપી ગયા હતા.

ફી એડવાન્સ પણ સુવિધા..!
સમગ્ર ઘટનાને લઈ વાલી મંડળના પ્રમુખે પણ સવાલો ઊભા કરતાં કહ્યું હતું કે મસમોટી ફી પણ એડવાન્સ ઉઘરાવવામાં આવે છે પરંતુ પુરી સગવડ આપવામાં આવતી નથી. જ્યારે બાળકો સમયસર ઘરે ન પહોંચ્યા ત્યારે શાળામાં ફોન કરવા છતાં પણ કોઈ યોગ્ય જવાબ આપવામાં આવ્યો ન હતો જેથી કામ ધંધા છોડી અધ્ધર શ્વાસે વાલીઓ ઉદગમ સ્કૂલ ખાતે દોડી આવ્યા હતા.

સંકળાયેલા મુદ્દાઓ

Udgam School ahmedabad negligence school bus students viral video અમદાવાદ ઉદગમ સ્કુલ બાળકો બેદરકારી વિદ્યાથીઑ સ્કૂલ બસ Udgam School
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ