બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 12:10 AM, 18 April 2025
કોટા મેડિકલ કોલેજ હોસ્પિટલમાં એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે, જ્યાં ડોક્ટરોએ માર્ગ અકસ્માતમાં ઘાયલ થયેલા મનીષને બદલે તેના પિતા જગદીશનું ઓપરેશન કર્યું. હોસ્પિટલના સ્ટાફે ઓળખની યોગ્ય તપાસ કર્યા વિના ઓપરેશન કર્યું. પરિવારે હોસ્પિટલ પ્રશાસન વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે અને આ મામલાની તપાસ ચાલી રહી છે.
ADVERTISEMENT
રાજસ્થાનના કોટા મેડિકલ કોલેજ હોસ્પિટલમાં ડોક્ટરોની બેદરકારીનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં ડોક્ટરોએ દર્દીને બદલે દર્દીના પિતાનું ઓપરેશન કર્યું. જ્યારે આ ભૂલની ખબર પડી, ત્યારે ડોક્ટરોએ તેમને ઓટીની બહાર બેસાડ્યા. આ ઘટના અંગે હોસ્પિટલ પ્રશાસનને ફરિયાદ કરવામાં આવી છે. આ કેસની તપાસ ચાલી રહી છે. આ ઘટના 12 એપ્રિલની હોવાનું કહેવાય છે.
માર્ગ અકસ્માતમાં ઘાયલ થયો હતો મનીષ
ADVERTISEMENT
મળતી માહિતી મુજબ, જિલ્લાના અટ્રુના રહેવાસી મનીષ તાજેતરમાં એક માર્ગ અકસ્માતમાં ઘાયલ થયા હતા. તેમને સારવાર માટે હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. હાથમાં ઈજાને કારણે, ડોક્ટરોને ઓપરેશન કરવું પડ્યું, પરંતુ ચોંકાવનારી વાત એ હતી કે ડોક્ટરોએ મનીષને બદલે મનીષના પિતાનું ઓપરેશન કર્યું. પરિવારનો આરોપ છે કે, સાચી ઓળખની ખાતરી કર્યા વિના, ડોકટરો મનીષના પિતાને ઓપરેશન થિયેટરમાં લઈ ગયા અને સર્જરી કરી.
જગદીશ નામને લઈને મૂંઝવણ પેદા થઇ
ડોક્ટરોની આ બેદરકારી સામે પીડિત પરિવારે હોસ્પિટલ પ્રશાસનને લેખિત ફરિયાદ આપી છે. જગદીશ નામના દર્દીની સર્જરી થવાની હતી. અહીં, મનીષના પિતાનું નામ પણ જગદીશ છે. જગદીશ નામના આ બે માણસો ઓપરેશન થિયેટરની બહાર બેઠા હતા. જ્યારે હોસ્પિટલના સ્ટાફે દર્દીને જગદીશ નામથી બોલાવ્યો, ત્યારે મનીષના પિતા ઉભા થઈને અંદર ગયા.
તપાસ કર્યા વિના બેભાન કરી દેવામાં આવ્યો
મળતી માહિતી મુજબ, હોસ્પિટલના સ્ટાફે તેમનું ઓળખપત્ર તપાસ્યા વિના તેમને બેભાન કરી દીધા અને તેમના હાથમાં ચીરો લગાવી દીધો. જ્યારે માહિતી મળી કે આ બીજો કોઇ જગદીશ છે તો જેના હાથમાં ચીરો પાડવામાં આવ્યો હતો. તેમાં ફટાફટ ટાંકા લગાવી દેવાયા હતા. તેને ઓટીની બહાર બેસાડવામાં આવ્યો. પીડિતાના પરિવારે આ બાબતની ફરિયાદ હોસ્પિટલ પ્રશાસનને કરી છે. આ ઘટનાએ હોસ્પિટલની કાર્યશૈલી અને દર્દીઓની સલામતી પર ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે. હવે જોવાનું એ રહે છે કે આ મામલે વહીવટીતંત્ર શું કાર્યવાહી કરે છે અને જવાબદારો સામે શું કાર્યવાહી થાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.