બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 10:32 PM, 22 June 2024
NEET પેપર લીકના વિવાદ વચ્ચે વધુ એક પરીક્ષા સ્થગિત કરવામાં આવી છે. આવતીકાલે એટલે રવિવારે દેશભરમાં NEET-PG પ્રવેશ પરીક્ષા યોજાવાની હતી પરંતુ હવે કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે તેને બંધ રાખવાનો નિર્ણય લીધો છે. પરીક્ષાની નવી તારીખ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.
ADVERTISEMENT
The NEET-PG Entrance Examination scheduled to be held tomorrow has been postponed. The fresh date of this examination will be notified at the earliest: Ministry of Health
— ANI (@ANI) June 22, 2024
Taking into consideration, the recent incidents of allegations regarding the integrity of certain… pic.twitter.com/kxyjN11E93
છેલ્લી ઘડીએ કેમ મોકૂફ રહી NEET PG
ADVERTISEMENT
આરોગ્ય મંત્રાલયે મેડિકલ વિદ્યાર્થીઓ માટે નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન દ્વારા આયોજિત NEET-PG પ્રવેશ પરીક્ષાની સમગ્ર પ્રક્રિયાનું નજીકથી મૂલ્યાંકન કરવાનો નિર્ણય લીધો છે. તેથી, સાવચેતીના પગલા તરીકે 23 જૂન 2024 ના રોજ યોજાનારી NEET-PG પ્રવેશ પરીક્ષાને સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે આ પરીક્ષાની નવી તારીખ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. વિદ્યાર્થીઓને પડી રહેલી અસુવિધા બદલ ખેદ વ્યક્ત કરતા આરોગ્ય મંત્રાલયે કહ્યું કે આ નિર્ણય વિદ્યાર્થીઓના હિતમાં અને પરીક્ષા પ્રક્રિયાની પવિત્રતા જાળવવા માટે લેવામાં આવ્યો છે.
શું છે NEET PG
NEET PG એ એલિજિબિલિટી કમ રેન્કિંગ પરીક્ષા છે. જે નેશનલ મેડિકલ કમિશન એક્ટ, 2019 હેઠળ વિવિધ MD/MS અને PG ડિપ્લોમા અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે હાથ ધરવામાં આવે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
વિવાદ / કોણ છે IAS સ્મિતા સભરવાલ?, સોશિયલ મીડિયા પર કેમ થઈ રહી છે ટ્રોલ, જાણો મામલો
Nidhi Panchal
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.