સુપ્રીમ કોર્ટે ત્રણ પરીક્ષા 3 મહિના પોસ્ટપોન કરવાની માગ કરતી અરજીને ફગાવી છે. પીઠે ઉમ્મેદવારો દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર વિચાર કરવાનો પણ ઈનકાર કર્યો છે.
NEET-PG પરીક્ષાને લઈને સુપ્રીમ કોર્ટનો નિર્ણય
3 મહિના પોસ્ટપોન કરવાની માગને કોર્ટ નકારી
નિયત તારીખે જ લેવામાં આવશે પરીક્ષા
સુપ્રીમ કોર્ટે NEET-PG પરીક્ષાને 3 મહિના માટે મુલતવી કરવા માટેની અરજીને ફગાવી છે. સોમવારે સુપ્રીમ કોર્ટે 3 માર્ચનાં થનારી NEET-PG 2023 પરીક્ષાને પોસ્ટપોન કરવાના મુદા પર વિચાર કરવાથી ઈનકાર કર્યો છે. કોર્ટે ડોક્ટરોની અરજીને ફગાવી છે અને તેથી હવે નિયત તારીખ પર જ પરીક્ષા કરવામાં આવશે. જસ્ટિસ એસ રવિન્દ્ર ભટ અને જસ્ટિસ દીપાંકર દત્તાની પીઠનાં ઉમેદવારો દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર વિચાર કરવાથી ઈનકાર કર્યો છે. 5 માર્ચનાં જ રોજ પરીક્ષા લેવામાં આવશે .
ઉમેદવારોએ SCમાં કરી હતી અરજી
નેશનલ બોર્ડ ઑફ એગ્ઝામિનેશન ઈન મેડિકલ સાયન્સિસએ NEET 2023 આવેદન પ્રક્રિયા પૂર્ણ કરેલ છે અને છેલ્લી સિલેક્ટિવ એડિટ વિંડો પણ 20 ફેબ્રુઆરીનાં બંધ કરી છે. પોસ્ટ ગ્રેજ્યુએટ મેડિકલ પ્રવેશ નીટ પીજી 2023ને સ્થગિત કરવાની માગ કરી રહ્યાં વિદ્યાર્થીઓનો તર્ક હતો કે નીટ પીજી પરીક્ષાની તારીખો અને કાઉન્સિલિંગ પ્રક્રિયાને વચ્ચે ઘણો અંતર છે. જો પરીક્ષા 2 મહિના પણ પોસ્ટપોન થાય છે તો પરીક્ષાર્થીઓને પરીક્ષાની તૈયારી કરવાનો વધારે સમય મળી જશે.
હાઈકોર્ટે અરજી ફગાવી
આ પહેલા આ મામલામાં પરીક્ષાર્થીઓએ તેલંગાણાનાં ઉચ્ચ ન્યાયાલયમાં એક અરજી દાખલ કરી હતી પરંતુ કોર્ટે મામલામાં હસ્તક્ષેપ કરવાથી ઈનકાર કર્યો હતો. તેલંગાણા હાઈકોર્ટે કહ્યું હતું કે પરીક્ષાઓની તારીખોને 6 મહિના પહેલા અંતિમ રૂપ આપવામાં આવ્યું હતું અને તેને ઑલ ઈન્ડિયા લેવલ પર આયોજિત કરવામાં આવશે. ત્યારબાદ ઉમેદવારોએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરતાં એક્ઝામને 2-3 મહિના પોસ્ટપોન કરવાની માગ કરી હતી.
સંસદમાં પણ આ માગને નકારાઈ
નીટ પીજી એક્ઝામ શિડ્યૂલ અનુસાર આ પરીક્ષાનાં પ્રવેશપત્ર 27 ફેબ્રુઆરી 2023 એટલે કે આજે જાહેર થવાનાં છે. 5 માર્ચનાં પરીક્ષા અને 19 માર્ચના રિઝલ્ટ આવશે. માત્ર હાઈકોર્ટ જ નહીં નેશનલ મેડિકલ કમીશન અને સ્વાસ્થ્ય મંત્રાલયની તરફથી પણ નીટ 2023 પીજી પરીક્ષા સ્થગિત કરવાનાં વિચારને નકારી દેવાયો છે. આ સિવાય સરકાર સંસદમાં પણ પરીક્ષા ટાળવાનાં મુદાને નકારી ચૂકી છે. હવે સુપ્રીમ કોર્ટનાં નિર્ણય બાદ પરીક્ષા પોસ્ટપોન થવાનાં તમામ દ્વારો બંધ થઈ ગયાં છે.