બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / વીડિયોઝ / Olympics 2024 / 'નીરજ મારો પણ છોકરો, અલ્લાહ તેને પણ..' અરશદ નદીમની માતાના વીડિયોએ છોડી અલગ છાપ
Last Updated: 07:06 PM, 9 August 2024
Arshad Nadeem Mother Video : પેરિસ ઓલિમ્પિકમાં પુરુષોની ભાલા ફેંક સ્પર્ધાની ફાઇનલમાં ગોલ્ડ મેડલ જીતનાર પાકિસ્તાનના અરશદ નદીમની માતાનો એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં અરશદની માતા નીરજ ચોપરા પર પ્રેમ વરસાવતી જોવા મળી હતી. તેણે નીરજ ચોપરાને પોતાના પુત્રની જેમ હોવાનું કહ્યુ.
ADVERTISEMENT
પાકિસ્તાનના અરશદ નદીમે પેરિસ ઓલિમ્પિક્સ 2024માં પુરુષોની ભાલા ફેંક સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો હતો. ભારતના સ્ટાર એથ્લેટ નીરજ ચોપરા બીજા સ્થાને રહીને દેશ માટે સિલ્વર મેડલ જીત્યો હતો. જીત બાદથી જ સોશિયલ મીડિયા પર અભિનંદનનો વરસાદ થઈ રહ્યો છે. બંને દેશો પોતાના સ્ટાર્સની ઉપલબ્ધિઓની ઉજવણી કરી રહ્યા છે. આ દરમિયાન અરશદ નદીમની માતાનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તે ભારતના લાલ નીરજ ચોપરાના વખાણ કરી રહી છે. તેણે નીરજ ચોપરાને પોતાનો પુત્રની જેમ ગણાવ્યો છે.
You Heard the Mother of #NeerajChopra Saying #ArshadNadeem is like my Son. Now Hear in the video below,the Mother of Arshad Nadeem is reciprocating the gesture and how beautifully she is expressing her emotions for both champions.
— Younus (@Younus__Bashir) August 9, 2024
P.S: Great mothers give birth to great children. pic.twitter.com/ZQzz5s12rp
ADVERTISEMENT
અરશદની માતાએ શું કહ્યું?
અરશદ નદીમની માતાએ Independent Urdu' ને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું, 'તે મારા પુત્ર જેવો છે. તે નદીમનો મિત્ર અને ભાઈ પણ. જીત અને હાર એ રમતનો એક ભાગ છે. અલ્લાહ તેને આશીર્વાદ આપે અને તે મેડલ જીતે. તે એક ભાઈ જેવો છે, મેં નીરજ માટે પણ દુઆ કરી છે. તેણે વધુમાં કહ્યું, 'નદીમને સમર્થન આપવા અને મારા પુત્ર માટે દુઆ કરવા માટે હું સમગ્ર પાકિસ્તાનની આભારી છું.'
નીરજની માતાએ કહ્યું- અરશદ મારા પુત્ર જેવો
નીરજ ચોપરાની માતા સરોજે પણ અરશદને પોતાના પુત્ર જેવો ગણાવ્યો હતો. નીરજે સિલ્વર મેડલ જીત્યા બાદ તેણે કહ્યું, 'અમે સિલ્વર મેડલથી ખૂબ ખુશ છીએ, જેણે ગોલ્ડ મેડલ જીત્યો તે પણ અમારા દિકરા જેવો છે અને જેણે સિલ્વર મેડલ જીત્યો તે પણ અમારો દિકરો છે. બધા એથ્લેટ છે. દરેક વ્યક્તિ સખત મહેનત કરે છે. તેણે આગળ કહ્યું, 'નદીમ પણ સારો છે, તે સારું રમે છે. નીરજ અને નદીમમાં કોઈ અંતર નથી. અમને ગોલ્ડ અને સિલ્વર મેડલ મળ્યા, અમારા માટે કોઈ અંતર નથી.
નદીમે ઓલિમ્પિક રેકોર્ડ સાથે ગોલ્ડ જીત્યો
અરશદ નદીમે ઓલિમ્પિક રેકોર્ડ તોડીને ઈતિહાસ રચ્યો હતો. બરછી ફેંકમાં ઓલિમ્પિક રેકોર્ડ એન્ડ્રેસ થોર્કિલ્ડસેનના નામે હતો, જેમણે 23 ઓગસ્ટ, 2008ના રોજ બેઇજિંગ ઓલિમ્પિકમાં 90.57 મીટર ભાલો ફેંક્યો હતો. જો કે હવે અરશદ નદીમ એવો એથલીટ બની ગયો છે જેણે ઓલિમ્પિકમાં સૌથી વધુ દૂર સુધી બરછી ફેંકી છે. નદીમે એન્ડ્રીસ થોર્કિલ્ડસેનનો ઓલિમ્પિક રેકોર્ડ એક નહીં પરંતુ બે વાર તોડ્યો હતો. નદીમનો છેલ્લો 91.79 મીટરનો થ્રો પણ જૂના ઓલિમ્પિક રેકોર્ડ કરતાં સારો હતો. પાકિસ્તાનને 40 વર્ષ બાદ ઓલિમ્પિકમાં મેડલ મળ્યો છે. આ સાથે જ નદીમ પાકિસ્તાન માટે વ્યક્તિગત ગોલ્ડ જીતનાર પ્રથમ ખેલાડી બની ગયો છે.
વધું વાંચોઃ નદીમ અને નીરજનો થયો ડોપ ટેસ્ટ, કેમ અને કેવી રીતે થાય છે તપાસ? ડિસ્કવોલિફાયનો પણ ખતરો
નીરજે બીજો ઓલિમ્પિક મેડલ જીત્યો
નીરજ ચોપડા ભલે દેશ માટે ગોલ્ડ જીતી શક્યા ન હોય, પરંતુ તેઓ પોતાનો બીજો ઓલિમ્પિક મેડલ જીતવામાં ચોક્કસ સફળ રહ્યા હતા. નીરજ ચોપરાએ ટોક્યો ઓલિમ્પિક 2020માં ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો હતો. ટ્રેક એન્ડ ફિલ્ડમાં ગોલ્ડ જીતનાર તે પ્રથમ ભારતીય બન્યો હતો. હવે તેણે સિલ્વર મેડલ (89.45 મીટર) જીતીને પોતાને એક ચુનંદા ક્લબમાં સામેલ કરી લીધો છે. તે કુસ્તીબાજ સુશીલ કુમાર અને બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ પછી સતત બે ઓલિમ્પિકમાં મેડલ જીતનાર ત્રીજો ભારતીય બન્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.