ભારતના સ્ટાર ખેલાડી નીરજ ચોપડા આ વખતે કોમનવેલ્થ ગેમ્સમાં રમી શકશે નહીં કારણ કે તેને ઈજા થઈ છે અને આના કારણે તે અત્યંત દુ:ખી છે.
ભારતના સ્ટાર ખેલાડી નીરજ ચોપડા કોમનવેલ્થ ગેમ્સમાં રમી શકશે નહીં
ઈજા થવાના કારણે રમતમાંથી બહાર થયો નીરજ ચોપડા
નીરજ ચોપડાએ ફેન્સ માટે ભાવૂક પોસ્ટ લખી કારણ જણાવ્યું
ભારતના સ્ટાર જૈવલિન થ્રોઅર (ભાલા ફેંક ખેલાડી) નીરજ ચોપડા આ વખતે કોમનવેલ્થ ગેમ્સ 2022માં રમી શકશે નહીં. તે ઈજાના કારણે ટૂર્નામેન્ટમાંથી હટી ગયો છે. જો કે, હવે તેણે ખુદ આ અંગેની જાણકારી આપી છે. નીરજે ટ્વિટર પર ફેન્સ માટે પોસ્ટ શેર કરી છે.
આ પોસ્ટમાં નીરજે કહ્યું કે, મને પણ કોમનવેલ્થ ગેમ્સમાં નહીં રમવાનું દુ:ખ છે. નીરજે જણાવ્યું છે કે, તેને આ ઈજા હાલમાં વર્લ્ડ એથલેટિક્સ ચેમ્પિયનશિપ દરમિયાન થઈ હતી. આ ટૂર્નામેન્ટમાં નીરજે સિલ્વર મેડલ જીતીને ઈતિહાસ રચી દીધો હતો. આ ચેમ્પિયનશિપમાં ભારતનો પ્રથમ સિલ્વર મેડલ હતો.
નીરજે આ પોસ્ટમાં લખ્યું કે, મને આપ સૌને જણાવતા અત્યંત દુખ સાથે કહેવુ પડે છે કે, આ વખતે રાષ્ટ્રમંડળ રમતોમાં રમી શકીશ નહીં. મને વર્લ્ડ ચેમ્પિયનશિપના ચોથા થ્રો દરમિયાન આવેલા સ્ટ્રેનના કારણે અમુક તકલીફો આવી છે અને કાલે અહીં અમેરિકામાં તેની તપાસ કરવા પર એક નાની ઈજા વિશે જાણવા મળ્યું છે. જેના માટે મારે થોડાક અઠવાડીયા આરામ કરવાની જરૂર છે.
નીરજે આગળ લખ્યું છે કે, મને એ વાતનો અફસોસ છે કે હું બર્મિંઘમમાં દેશનું પ્રતિનિધિત્વ નહીં કરી શકું. હાલમાં મારુ ફોક્સ આરમ પર છે. જેનાથી હું જલ્દી ફીલ્ડ પર આવવાની કોશિશ કરીશ.દેશવાસીઓ પાસેથી જેટલો પ્રેમ અને સન્માન મળ્યું છે. તેના માટે તમામનો ખૂબ આભાર.
Struggled a bit with the conditions, but extremely happy to win a 🥈medal for India at the #WCHOregon22. Congratulations to Anderson Peters and Jakub Vadlejch on an incredible competition.
વર્લ્ડ ચેમ્પિયનશિપમાં 88.13 મીટર દૂર ભાલો ફેંકી ઈતિહાસ રચ્યો
ટોક્યો ઓલંપિક 2022માં ગોલ્ડ મેડલ જીતનારા નીરજ ચોપડાને ગ્રોઈન ઈંજરી થઈ છે. આ અઠવાડીયે 24 જૂલાઈએ અમેરિકામાં વર્લ્ડ એથલેટિક્સ ચેમ્પિયનશિપની ફાઈનલ ઈવેન્ટ હતી. અહીં નીરજ ચોપડાએ ઈતિહાસ રચ્યો હતો. નીરજે અહીં 88.13 મીટર દૂર ભાલો ફેંક્યો હતો અને સિલ્વર મેડલ પોતાના નામે કર્યો હતો.