neemuch man slapped elderly so much died the next day viral video
મધ્ય પ્રદેશ /
તારું નામ મહોમ્મદ છે: મુસ્લિમ સમજીને જૈન વૃદ્ધની મારી-મારીને હત્યા, MPમાં ભયંકર આક્રોશ
Team VTV04:35 PM, 21 May 22
| Updated: 05:08 PM, 21 May 22
રાજસ્થાનના નજીક મધ્યપ્રદેશના મનાસામાં માનવતાને શર્મશાર કરી દે તેવો મામલો સામે આવ્યો છે.
વૃદ્ધની માર મારી હત્યા પર કોંગ્રેસ બીજેપીને ઘેર્યું
એમપી પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી
વાયરલ વીડિયોથી કેસમાં નવો મોડ આવ્યો
રાજસ્થાનના નજીક મધ્યપ્રદેશના મનાસામાં માનવતાને શર્મશાર કરી દે તેવો મામલો સામે આવ્યો છે. જ્યાં એક વૃદ્ધને મુસ્લમાન હોવાના શંકામાં માર મારીને મોતના ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો,. અને હત્યાનો આરોપ એક બીજેપીના નેતા પર લગાવવામાં આવ્યો છે. આ ઘટનાને એક વીડિયો સોશિયલ મડિયામાં વાયરલ થયો થે. જેમાં આરોપી વૃદ્ધને લાફા મારી તેની પાસેથી આધાર કાર્ડ દેખાવવા માટે કહી રહ્યો હતો. ઉલ્લેખનીય છે કે,મૃતક પીડિતની ઓળખણ રતલામ જિલ્લાના ભંવરલાલ જૈન તરીકે થઈ હતી. ઉલ્લેખનયી છે કે, રતલામ જિલ્લાના રહેવાવાળા એક પરિવાર 15મી મેના રોજ રાજસ્થાનના ચિતૌડગઢ સ્થિત કિલ્લામાં ભેરૂજી પૂજન કરવા ગયો હતો,જેની વચ્ચે બીજી તરફ ભવરલાલ જૈન ગાયબ થઈ ગયાં હતાં. ઘણી શોધખોળ કર્યા પછી તેઓનો પત્તો ન મળતાં પરિવારજનોએ તેમની ગુમ થયા હોવાની ફરિયાદ નોધાવી હતી.
વાયરલ વીડિયોથી કેસમાં નવો મોડ આવ્યો
આ મામલે નવો મોડ ત્યારે આવ્યો જ્યારે મૃતક વદ્ધના ભાઈ રાકેશ જૈનના મોબાઈલમાં એક વીડિયો સામે આવ્યો છે આ સોશિયલ મીડિયા પર વાયરલ આ વીડિયો એક શખ્શે તેમના ભાઈ ભંવરલાલ જૈનને લાફો મારાતો નજરે આવ્યો હતો, વીડિયોમાં સાફ સંભળાઈ રહ્યું છે કે, માર મારનાર વ્યક્તિ વૃદ્ધને પુછતાં નજરે આવે છે. ક્યાં તેરા નામ મોહમ્મદ છે ? રતલામ થી આવ્યો છું ? ચલ તારૂ આધાર કાર્ડ દેખાડ...બીજી તરફ માર ખાઈ રહેલા વૃદ્ધ દનીય હાલતમાં કહેતા નજરે આવી રહ્યાં છે કેસ મારી પાસે 200 રૂપિયા છે લઈ લો... આ વીડિયો જેવો મૃતકના નાના ભાઈ રાકેશ જૈને દેખ્યો તો તે ગામના લોકોને લઈને મનાસા પોલિસ સ્ટેશને પહોંચી ગયો અને આરોપીને ધરપકડ કરવા માંગ કરી હતી.
વૃદ્ધના મૃતદેહનો અંતિમ સંસ્કાર કરી દેવાયો છે
ઉલ્લેખની છે કે, ગુરુવારે મનાસાના રામપુર રોડ સ્થિત મારૂતિ શો-રૂમ પાસે એક વૃદ્ધનો મૃતદેહ મળ્યો હતો. જેની ઓળખ 65 વર્ષના ભંવરલાલ જૈનના રૂપે થઈ હતી. પોલીસે મૃતકની ફોટો ક્લિક કરીને સોશિયલ મીડિયામાં મૂક્યો હતો. જેની જાણ મૃતકના પરિવારે થતાં તેઓ તુંરત મનાસા આવ્યાં અને બાદ પોસ્ટમોર્ટમ કર્યા બાદ પરિવારજનોએ ભંવરલાલનો મૃતદેહ પોતાના ગામે લવાયો હતો, જ્યાં તેમનું અંતિમ સંસ્કાર કરવામાં આવ્યું હતું.
આ કેસમાં બીજા નામ સામે આવવાની સંભાવના
પોલીસે હવે આ મામલે આઈપીસીની કલમ 304/2 અને 302 અંતર્ગત કેસ નોધ્યો છે. અને મનાસા સ્ટેશનના ટીઆઈ કેએલ દાંગીના જણાવ્યા અનુસાર આ મામલે આરોપીની શોધખોળ શરૂ કરી દેવામાં આવી છે. ટીઆઈએ જણાવ્યું હતું કે, હાલ આ મામલે તપાસ ચાલી રહી છે.જો તપાસમાં બીજા નામો સામે આવે છે. તો તેમના વિરૂદ્ધ કાર્યવાહી કરાશે
ये मध्यप्रदेश में आख़िर हो क्या रहा है…?
सिवनी में आदिवासियों की पीट-पीटकर हत्या , गुना , महू , मंडला की घटनाएँ और अब प्रदेश के नीमच ज़िले के मनासा में एक बुजुर्ग व्यक्ति जिनका नाम भँवरलाल जैन बताया जा रहा है की पीट-पीटकर हत्या…
બીજી તરફ આ ઘટનાને લઈને મધ્યપ્રદેશની શિવરાજ સરકાર હવે વિપક્ષના નિશાના પર છે. આ ઘટનાને લઈને કોંગ્રેસે રાજ્ય સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. કોંગ્રેસના નેતા અને પૂર્વ મુખ્યમંત્રી કમલનાથે આ ઘટના પર કહ્યું કે રાજ્યમાં શું થઈ રહ્યું છે.તેમણે ટ્વિટર પર લખ્યું, "મધ્યપ્રદેશમાં આખરે શું થઈ રહ્યું છે...? રાજ્યના નીમચ જિલ્લાના મનસામાં સિવની, ગુના, મહુ, મંડલા અને હવે ભંવરલાલ જૈન નામના વૃદ્ધ વ્યક્તિની લિંચિંગની ઘટનાઓ. લિંચિંગનો કિસ્સો બન્યો છે... સિઓનીની જેમ અહીં પણ ભાજપ સાથે મળીને આરોપીઓ સામે આવી રહ્યા છે.. રાજ્યની કાયદો અને વ્યવસ્થા ક્યાં છે, ક્યાં સુધી લોકો આ રીતે મારતા રહેશે...? સરકારનું ધ્યાન માત્ર ઘટના પર છે."