બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / લગ્ન માટે રૂપિયાની છે જરૂર? હવે સંબંધીઓ સાથે હાથ લાંબો નહીં કરવો પડે, આ રહ્યા બે ઓપ્શન
Last Updated: 03:29 PM, 29 November 2024
ADVERTISEMENT
ભારતમાં લગ્નના પ્રસંગે ખૂબ ખર્ચ કરવામાં આવે છે. જેમાં અમુક ધાર્મિક વિધિ એક કરતા વધુ દિવસ સુધી ચાલે છે. જેમાં રાસગરબા, DJ, જમણવાર, દાગીના સહિતના ખર્ચમાં પૈસા ખૂબ વપરાય છે. પરંતુ ઘણા લોકો પાસે લગ્નનો ખર્ચ કરવા પુરતા પૈસા નથી હોતા. આથી સંબંધીઓ કે મિત્રો પાસેથી ઉધાર પણ લેવા પડે છે. પણ તમે લગ્નના ખર્ચ માટે વેડિંગ લોન અને ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરી શકો છો.
ADVERTISEMENT
ક્રેડિટ કાર્ડની સરખામણીમાં વેડિંગ લોનમાં ઓછુ વ્યાજ દર હોય છે. વેડિંગ લોનમાં તમારે એક ફિક્સ EMI ચૂકવવાની હોય છે. તો ક્રેડિટ કાર્ડથી તમે તરત જ સરળતાથી કોઈપણ ખરીદી કરી શકો છો. જેમાં કોઈ ડોક્યુમેન્ટની જરૂર પણ નથી પડતી. તો વેડિંગ લોન લેવા માટે તમારે ઘણા પ્રકારના ડોક્યુમેન્ટની જરૂર પડે છે. તમે તમારી જરૂરિયાત મુજબ વેડિંગ લોન અને ક્રેડિટ કાર્ડ બંનેનો ઉપયોગ કરી શકો છો. પણ તે વાતનું ધ્યાન રાખવું કે, તમે ક્રેડિટ કાર્ડ બિલની ચુકવણી સમયસર નહીં કરો તો બેંક તમારી પાસેથી દંડ તરીકે ખૂબ વ્યાજ લે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.