બ્રેકિંગ ન્યુઝ
VTV / need a negative rt pcr test or covid vaccine certificate to visit GOA
Last Updated: 05:14 PM, 7 August 2021
ADVERTISEMENT
ગોવામાં પ્રવાસીઓ માટે બદલાયા નિયમો
સમગ્ર દુનિયામાં કોરોના મહામારીના કારણે પર્યટન બિઝનેસ સંપૂર્ણ પડી ભાંગ્યો હતો, ભારતના ઘણા બધા રાજ્યોને આ નુકશાન ભોગવવું પડ્યું હતું. જેમાં સૌથી વધુ નુકશાન ગોવા રાજ્યને થયું હોવાનું મનાય છે. હાલમાં પણ કોરોનાને કારણે ગોવા સરકાર પર્યટન સ્થળો ખોલવા પર ધીમે ધીમે છૂટછાટ આપી રહી છે. પણ આ માટે સરકારે કડક શરતો મૂકી છે જેનું પાલન દરેક યાત્રીએ કરવું પડશે. જો તમે પણ ગોવા જવાનું વિચારી રહ્યા હોવ તો આ નિયમો અચૂક વાંચી લેજો.
ADVERTISEMENT
RT-PCRનો નેગેટિવ રિપોર્ટ અને વેક્સિન સર્ટિફિકેટ બતાવવું જરૂરી
એક મીડિયા રિપોર્ટ અનુસાર, ગોવાના CM પ્રમોદ સાવંતે જણાવ્યું છે કે હવે ગોવા રાજ્યમાં કોરોનાના સંક્રમણનો દર 1.8 ટકાથી હવે 2 ટકા થઈ ગયો છે. તે માટે હવે ગોવા આવતા બધા જ લોકોએ RT-PCRનો નેગેટિવ રિપોર્ટ અને બંને ડોઝ લીધેલાનું વેક્સિન સર્ટિફિકેટ બતાવવું જરૂરી છે. તેમણે ઉમેર્યું કે આ નિર્ણય આવનાર દિવસોમાં આવી રહેલ તહેવારને કારણે વધુ પ્રવાસીઓ આવવાની સંભાવનાને કારણે લેવામાં આવ્યો છે.
બીજા પ્રતિબંધો યથાવત રહેશે
ગોવા સરકારે કોરોના સંક્રમણ ન વધે તે માટે ઘણી બધી સાવચેતીઓ રાખી છે. મુખ્ય વાત કરીએ તો ત્યાં લાગુ પાડવામાં આવેલ કર્ફ્યૂ 9 ઓગસ્ટ સુધી લંબાવવામાં આવ્યો છે. અગાઉ આ મર્યાદા 2 ઓગસ્ટ સુધી રાખવામાં આવી હતી. જો કે વહીવટી તંત્રે વિસ્તરણનો આદેશ કર્યો હતો, જેમાં જણાવ્યું કે રાજ્યમાં તમારા કોરોના સબંધિત નિયંત્રણો ચાલુ રહેશે, જેમાં કોઈ નવી છૂટછાટ આપવામાં આવી નથી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
અમદાવાદ પ્લેન ક્રેશ / ક્રેશ થયેલા વિમાનમાં સવાર હતા પૂર્વ મુખ્યમંત્રી, લંડન જઈ રહ્યા હતા વિજય રૂપાણી
અમદાવાદ પ્લેન ક્રેશ / Plane Crash:2d સીટ પર બેઠા હતા વિજય રૂપાણી, જુઓ મુસાફરોની સંપૂર્ણ યાદી
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
અમદાવાદ પ્લેન ક્રેશ / ક્રેશ થયેલા વિમાનમાં સવાર હતા પૂર્વ મુખ્યમંત્રી, લંડન જઈ રહ્યા હતા વિજય રૂપાણી
અમદાવાદ પ્લેન ક્રેશ / Plane Crash:2d સીટ પર બેઠા હતા વિજય રૂપાણી, જુઓ મુસાફરોની સંપૂર્ણ યાદી
ahmedabad plane crash / અમદાવાદ વિમાન દુર્ઘટનાની 5 જૂને કરવામાં આવેલી ભવિષ્યવાણી સાચી પડી!
ADVERTISEMENT