અમેરિકાના સાઉથ કેરોલિનાના એક શખ્સે કોમામાંથી બહાર આવીને મોત પછીની દુનિયાનું વર્ણન કર્યું છે જે ચકિત કરી મૂકે તેવું છે.
વધુ એક શખ્સે મોત પછીની દુનિયાનું કર્યું વર્ણન
અમેરિકાના કેરોલિના યુવાન રહ્યો બે મહિના કોમામાં
કોમામાંથી બહાર આવીને આપ્યું સ્વર્ગનું વર્ણન
અગાઉ પણ અનેક લોકો આવો દાવો કરી ચૂક્યા છે
મોત પછીની દુનિયાના અનેક દાવા થઈ ચૂક્યાં છે. કોમામાં કે નીયર ડેથ એક્સ્પીરિયન્સનો અનુભવ કરનાર ઘણા લોકો મોત પછીની દુનિયા કેવી લાગે છે તેના અનેક વર્ણન કરી ચૂક્યાં છે તેમાં વધુ એક દાવો સામે આવ્યો છે. મોતનો નજીકથી અનુભવ કરનાર અનેક લોકો આવા દાવા કરી ચૂક્યાં છે એટલે તેમની વાતોમાં સચ્ચાઈ હોઈ શકે.
સાઉથ કેરોલિનાએ 57 વર્ષીય ડેવિડ હંગલે વર્ણવી મોત પછીની દુનિયા
અમેરિકાના સાઉથ કેરોલિનામાં રહેતા 57 વર્ષીય ડેવિડ હંગલે મૃત્યુને ખૂબ નજીકથી જોયું છે. તેણે દાવો કર્યો છે કે તે મૃત્યુ પછી સ્વર્ગ અથવા બીજી દુનિયામાં થોડો સમય વિતાવ્યા પછી આવ્યો છે. ડેવિડ એવો પણ દાવો કરે છે કે તે સ્થળ પૃથ્વી કરતાં પણ વધુ સુંદર છે અને હા, ત્યાં દેવદૂતો પણ જોવા મળે છે.
મૃત્યુ પછી મળે છે ખૂબ શાંતિ અને આરામ
ડેવિડ હંગલના જણાવ્યા અનુસાર, જ્યારે તે અહીંથી બીજી દુનિયામાં પહોંચ્યો, ત્યારે મોતીથી ભરેલા સુંદર દરવાજામાંથી અંદર જવાનું થયું. ડેવિડનો દાવો છે કે તે એવી જગ્યાએ ગયો જ્યાં તેને એક અલગ જ પ્રકારની આરામની અનુભૂતિ થતી હતી. પબ જેવી રંગીન અને સુંદર જગ્યા હતી. તે કહે છે કે તેની સાથે બે દેવદૂતો પણ હતા, જેઓ તેની કાળજી લઈ રહ્યાં હતા. તેણે કહ્યું કે તે એક એવી જગ્યાએ ગયો જ્યાં ઘણી રંગીન બોટલો હતી અને ત્યાં એક ખૂબ જ સુંદર સફેદ ઇમારત પણ હતી. અહીં જરા પણ ગ્રેવિટી (ગુરુત્વાકર્ષણ) નથી અને ચાલવામાં થાક પણ નથી. ગ્રેવિટી ન હોવાને કારણે ગમે તેમ ઉડી શકાય છે.
2 મહિના રહ્યો હતો કોમામાં, બહાર આવીને થયો ધાર્મિક
આ અનુભવ ડેવિડ હેંગેલ સાથે ત્યારે થયો જ્યારે તે સેપ્સિસથી પીડિત હતો અને તેને ઓપરેશન માટે લઈ જવામાં આવ્યો હતો. તેના ફેફસામાં 70 ટકા લોકોને ચેપ લાગ્યો હતો અને તેની આંખો ધીમે ધીમે બંધ થઈ ગઈ હતી. આ પછી જ, તે અંધારી-રેશમી રાત દ્વારા બીજી દુનિયામાં પહોંચ્યો. જોકે 2 મહિના કોમામાં રહ્યા બાદ જ્યારે તે પરત ફર્યો ત્યારે આ અનુભવે તેને ઘણો બદલી નાખ્યો. મોત પછીની દુનિયાનો દાવો કરનાર ડેવિડ 2 મહિના કોમામાં રહ્યાં બાદ ઘણો ધાર્મિક વૃતિનો થઈ ગયો હતો અને તેના દિલમાં દયાનું ઝરણું ફૂટ્યું હતું તેણે તેની સાથે ખોટું કરનાર ઘણા લોકોને હૃદયથી માફ કરી દીધાં હતા.
31 જાન્યુઆરી 2023ના દિવસે પણ મહિલાએ કર્યો હતો ભયાનક દાવો
અમેરિકાની ડોક્ટર લિંડા ક્રેમરે પણ 31 જાન્યુઆરી 2023ના દિવસે એવો દાવો કર્યો હતો કે તે 14 મિનિટ કરતાં વધારે સમય મરી ગઈ હતી. મોત દરમિયાન તેણે માઉન્ટ એવરેસ્ટ કરતાં પણ 30,000 ગણો ઊંચો પર્વત જોયો. તેણે એવું પણ કહ્યું કે ક્લિનકલી રીતે તો તેનું મોત 14 મિનિટ માટે થયું હતું પરંતુ તે 5 વર્ષ સ્વર્ગમાં રહીને ધરતી પર પાછી આવી હતી.