Friday, August 23, 2019
સબસ્ક્રાઈબ કરો VTVGujarati ન્યુઝ Whatsapp

વાયુ / વાવાઝોડાં જેવી કુદરતી આફતમાં સલામતી માટે આટલી બાબતો રાખો ધ્યાનમાં

વાવાઝોડાં જેવી કુદરતી આફતમાં સલામતી માટે આટલી બાબતો રાખો ધ્યાનમાં

અરબી સમુદ્રમાં સર્જાયેલા ડીપ ડિપ્રેશન વાવાઝોડામાં પરિવર્તિત થઇ રહ્યું છે. આ વાવાઝોડાને 'વાયુ' નામ આપવામાં આવ્યું છે. જે વેરાવળ બંદરેથી 650 કિલોમીટર દૂર છે. આ વાવાઝોડાં સાથે 100થી 135 કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. 12 જૂનની રાત્રે 2 વાગ્યા પછી એટલે કે 13 જૂન વહેલી સવારે દીવ પાસેનાં વણાકબારા-સરખાડીથી ગુજરાતનાં દરિયા કાંઠે 110 કિમીની ઝડપે આ વાવાઝોડું ત્રાટકશે.

 

cyclone vayu

સમુદ્રમાં 2 મીટર ઊંચા મોજા ઉછળી શકે છે તેવું પણ જણાવ્યું. આ સાથે હવામાન વિભાગે એમ પણ કહ્યું હતું કે, આ વાવાઝોડાંને પગલે ભારેથી અતિ ભારે વરસાદ આવવાની પણ શક્યતા છે. જ્યારે વાવાઝોડું ફંટાવવાની શક્યતા નહીવત્ છે તેમ કહ્યું હતું.

આ સંભવિત વાવાઝોડાંને પગલે રાજ્ય સરકારે હવામાન વિભાગ અને ઇસરો સાથે સતત સંપર્કમાં રહીને સમગ્ર પરિસ્થિતિ પર પણ નજર રાખી છે. હાલમાં પોરબંદર અને વેરાવળનાં દરિયાકિનારે એક નંબરનું સિગ્નલ પણ લગાડી દેવામાં આવ્યું છે. આ વાવાઝોડું ગુજરાતમાં કચ્છ અને સૌરાષ્ટ્રનાં દરિયાકાંઠે ત્રાટકવાની સંભાવના છે.

Cyclone vayu gujarat

પવનનો ચક્રવાત કાંઠાને સ્પર્શતા જ તે તીવ્ર વાવાઝોડામાં ફેરવાશે અને 80થી 100 કિ.મી.ની ઝડપે વાવાઝોડું ફૂંકાતા હાલની સ્થિતિએ, 13મી અને 14મી જૂને કચ્છ-સૌરાષ્ટ્રમાં વરસાદ પડી શકે છે. સાથોસાથ, પવનની ઝડપથી ઝાડ-પાન સહિત છાપરાવાળા કાચા મકાનોને નુકસાન થવાની પણ સંભાવના વ્યક્ત થઈ રહી છે. તંત્રએ આ વાવાઝોડાને 'વાયુ' નામ આપ્યું છે.

વાવાઝોડાં વખતે સલામત રહેવા શું ધ્યાનમાં રાખશો?

1. સૌ પહેલાં તો તમે જે જગ્યાએ રહેતા હોવ એટલે કે સ્થાયી ધોરણે રહેતા હોય ત્યાં અંદર ક્યાંય પણ હવા આવવી ના જોઇએ.
2. જો ઘરમાં કે ઓફિસમાં કાચની બારી હોય તો તેમાંથી સહજ પણ હવા અંદર ના આવે તે રીતે કપડું લગાવીને તે જગ્યાને પેક કરી દો.
3. તમારા ઘરની કે ઓફિસની ઉપર એવી કોઇ જગ્યા ના હોવી જોઇએ કે જે હવાથી તૂટી જાય ને તમે ખુલ્લાં સ્થળમાં આવી જાઓ. તે ખાસ ચેક કરી લો.
4. તમારા ઘરની આજુબાજુ એવી પણ કોઇ વસ્તુ કે કચરો ના હોવો જોઇએ કે જે હવાથી ફુંકાઇને અન્ય કોઇને નુકસાન કરે. જો હોય તો તેને ઠેકાણે કરી દો.
5. આજુબાજુમાં આવેલા એવાં ઝાડની ડાળીઓ કે જે તૂટે તેવી હોય તો તેને પણ નીકાળીને ઠેકાણે પાડી દો.
6. દરિયાની નજીકનાં સ્થળે પૂર આવતું હોવાંથી તમારે ક્યાં સ્થળાંતર કરવું તેની પણ વ્યવસ્થા કરી લો.
7. ઉપરાંત ગાડીમાં પેટ્રોલ, ડીઝલ ફૂલ ભરાવીને રાખો તેમજ ઘરમાં ખાવા-પીવાનો સામાન અને દવાનો એક મહીનાનો સ્ટોર કરી લો.

સાયક્લોન 'વાયુ' વાવાઝોડું આવે તે સમયે શું કરવું?

1. સૌ પ્રથમ તમારી બધી ઇલેક્ટ્રિકલ ડિવાઇસ બંધ કરી દો. માત્ર ફોનથી સંપર્ક ચાલુ રાખો.
2. ઉપરાંત બહાર જતા પહેલાં તમે ઇન્ટરનેટ પર પરિસ્થિતિ જોઇ લો અથવા તો તમારા લોકલ ઓથોરિટીનાં કહેવાની રાહ જુઓ ને પછી જ બહાર જાઓ.
3. આવાં સમયે બિલકુલ ગભરાવું નહીં તેમજ બીજાને પણ બનતી મદદ કરજો. ઉપરાંત ફેક ન્યૂઝથી ચેતજા રહેજો.

NDRF એટલે National Disaster Response Force. એટલે કે રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ બળ. જે કુદરતી આફતો આવી પડે ત્યારે સંપૂર્ણપણે મદદ કરવાની કામગીરી કરતી એક બચાવટીમ છે. જેવી કે ભૂકંપ, પૂર જેવી પરિસ્થિતિને પહોંચી વળવા માટે આ ટીમને મોકલવામાં આવે છે. ત્યારે તમને જણાવી દઇએ કે હાલમાં રાજ્ય સરકાર દ્વારા પણ 'વાયુ' વાવાઝોડાંને લઇને NDRF ટીમ એલર્ટ કરી દેવામાં આવી છે.

જાણો શું છે NDRFની ટીમની ખાસિયતઃ


NDRFની એક ટીમમાં 35 જવાન હોય છે.
અનેક પ્રકારના સાધનો હોય છે.
લાઇફ જેકેટ, બોટ, QDA, શેડ, જનરેટર
ઓક્સિજન બોટલ, પ્રાથમિક સારવાર બોક્સ
એર વેક્યૂમ, દોરડા, ઓક્સિજન માસ્ક હોય છે
ચિપિંગ હેમ્બેર, હેમર કમ ડ્રીલ, ડીલ મશીન
પાવડા, ગેન, ત્રિકમ, ફ્લોટર, ડીપ ડાઇવિંગ સેટ હોય છે
જનરેટર, એંગલ કટર સહિતનાં સાધનોથી સજ્જ

કેવી હોય છે NDRFની ટીમ?


NDRFનાં જવાનો 6 મહિનાની સખત તાલીમબદ્વ
NDRFની ટીમમાં નિષ્ણાત જવાનનો સમાવેશ કરાય છે
કેમિકલ, બાયોલોજીકલ, રેડિઓલોજિકલ, ન્યુક્લિયર નિષ્ણાંત
ડીપ ડાઈવર્સ, ટેક્નિશિયન, પેરામેડિકલ ટીમ, મોટર ટેક્નિકલ એક્સપર્ટ ટીમ
ટીમમાં કોમ્યુનિકેશન ટેક્નિશિયન પણ હોય છે.

 

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ