Friday, May 24, 2019

તાલિબાનની સાથે પહેલી વખતે વાતચીત કરશે ભારત ઉમર અબ્દુલ્લાએ કરી ટિપ્પણી

તાલિબાનની સાથે પહેલી વખતે વાતચીત કરશે ભારત  ઉમર અબ્દુલ્લાએ કરી ટિપ્પણી
અફઘાનિસ્તાનમાં સાંતિ સ્થાપવાના પ્રયત્નો હેઠળ ભારત શુક્રવારે પહેલી વખત આતંકી સંગઠન તાલિબાનની સાથે વાતચીત કરવા બેસશે. આ બેઠકમાં તાલિબાનના પ્રતિનિધિ પણ હાજર રહેશે. 

રશિયામાં થઇ રહેલી આ બેઠકમાં અફઘાનિસ્તાનમાં શાંતિ અને સ્થાયિત્વના મુદ્દા પર ભારત ચર્ચા કરશે. ભારતે ગુરુવારે કહ્યું હતું કે એ અફઘાનિસ્તાન પર રશિયા દ્વારા આયોજિત કરવામાં આવી રહેલી બેઠકમાં 'બિનસત્તાવાર સ્તર' પર ભાગ લેશે. 

વિદેશ મંત્રાલયના ભૂતપૂર્વ સચિવ અમરસિંહા અફઘાનિસ્તાનમાં ભારતના રાજદૂત રહી ચુક્યા છે. જ્યારે ટીસીએ રાઘવન પાકિસ્તાનમાં ભારતના ભૂતપૂર્વ હાઈકમિશનર તરીકે કામગીરી કરી ચુક્યા છે. આ બંને ભૂતપૂર્વ ડિપ્લોમેટ મોસ્કો કાતેની બેઠકમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે.

રશિયાએ મોસ્કો ફોર્મેટમાં અફઘાનિસ્તાન ભારત ઈરાન કજાકિસ્તાન કિર્ગિસ્તાન ચીન પાકિસ્તાન તજાકિસ્તાન તુર્કમેનિસ્તાન ઉજ્બેકિસ્તાન અમેરિકા અને અફઘાન તાલિબાનોને આમંત્રિત કર્યા છે. 

ભૂતકાળમાં મોસ્કોફોર્મેટમાં ભારત તરફથી સંયુક્ત સચિવ સ્તરના અધિકારી સામેલ થયા હતા. પરંતુ આમાતાલિબાન સામેલ થયા ન હતા.

જણાવી દઇએ કે થોડાક દિવસો અગાઉ જ રશિયા રાષ્ટ્રપતિ પુતિન ભારત પ્રવાસે આવ્યા હતા. એ દરમિયાન પીએમ મોદી અને રશિયા રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ઘણા વૈશ્વિક મુદ્દા પર વાતચીત કરી હતી. 
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ