બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / રોહિત-કોહલીને બાંગ્લાદેશી સ્ટાર ક્રિકેટરે આપી ખાસ ભેટ, બંને બોલ્યા વાહ ખૂબ ગમ્યું
Last Updated: 12:03 PM, 3 October 2024
હાલમાં જ ભારતીય ક્રિકેટ ટીમે બાંગ્લાદેશના સામે બીજી ટેસ્ટ મેચ જીતી હતી. જેના બાદ રોહિત બિગ્રેડ બાંગ્લાદેશના સામે બે મોચોની ટેસ્ટ સીરિઝ જીતવામાં સફળ રહી. કાનપુર ટેસ્ટમાં બાંગ્લાદેશના સ્ટાર ઓલરાઉન્ડર મેહદી હસન મિરાજે રોહિત શર્માને બન્ને ઈનિંગમાં આઉટ કર્યા હતા. હવે મેચ પુરી થયા બાદ મેહદી હસને રોહિત શર્મા અને વિરાટ કોહલીને એક ખાસ બેટ ગિફ્ટ કર્યું છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
રોહિત અને કોહલીને મળ્યું ખાસ બેટ
મેહદી હસન મિરાજે રોહિત શર્મા અને વિરાટ કોહલીને એક એક બેટ ગિફ્ટ કર્યું. રોહિત શર્માને બેટ આપતા મેહદીએ કહ્યું, "હું રોહિત ભાઈની સાથે છુ અને મેં તેમને પોતાની કંપનીનું એક બેટ ગિફ્ટ કર્યું છે. આ મારૂ સપનું હતું અને હવે હું ખૂબ જ ખુશ છું."
ADVERTISEMENT
રોહિતે શું કહ્યું?
રોહિતે આ અવસર પર મેહદીને તેમની નવી શરૂઆત માટે શુભકામનાઓ આપી કહ્યું, "હું મેહદીને લાંબા સમયથી ઓળખું છું. તે એક ખૂબ જ સારા ક્રિકેટર છે અને મને ગર્વ છે કે તેમણે પોતાનું બેટ બિઝનેસ શરૂ કર્યું છે. હું તેમને શુભકામનાઓ આપુ છું અને આશા રાખુ છું કે તેમની કંપની ખૂબ જ સફળ થશે."
ADVERTISEMENT
વધુ વાંચો: મોટું એલાન: કોલ્ડપ્લેના ચાહકો આધાતમાં! 12 આલ્બમ બાદ બેન્ડ લેશે સંન્યાસ
Mehidy Hasan Miraz Gifted A Bat Made By His Own Company To @imVkohli 👌💙#ViratKohli #INDvBAN pic.twitter.com/ZTubZfmGP3
— virat_kohli_18_club (@KohliSensation) October 2, 2024
ADVERTISEMENT
વિરાટે આપ્યું આવુ રિએક્શન
જ્યારે મેહદી હસન વિરાટ કોહલીને બેટ આપી રહ્યા હતા તો કોહલીએ બાંગ્લામાં કહ્યું, "એમકેએસ બેટ ખૂબ ભાલો એચી" જેના બાદ બન્ને હસવા લાગ્યા. પછી વિરાટ કોહલીએ કહ્યું, "આ ખૂબ જ સારૂ બેટ છે. તમને શુભકામનાઓ. તમે ખૂબ જ સારા બેટ બનાવો છો અને બધા ક્રિકેટરો માટે આ રીતે જ બનાવતા રહો. સારી ક્વોલિટીનો સામાન આપો."
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.