અમદાવાદ કલેકટર ઓફીસમાં હોબાળો થયો છે. માસ્કનો દંડ નહિ ઉઘરાવવાને લઈને હોબાળો થયો છે. આથી પોલીસે NCP મહિલા પ્રમુખ રેશ્મા પટેલની અટકાયત કરી છે. તેમજ આ સાથે NCPના 10 કાર્યકરોની અટકાયત કરી છે. સરકાર માસ્કના દંડ બંધ કરે તે અંગે તેઓએ આવેદનપત્ર આપ્યુ હતું. માસ્કના દંડને લઈને 10 દિવસનુ અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું. આજે જવાબ લેવા માટે પહોચીને હોબાળો કર્યો હતો.