Team VTV06:55 PM, 22 Dec 19
| Updated: 06:57 PM, 22 Dec 19
ભાજપની આજે કમલમ ખાતે બેઠક યોજાઇ હતી. જેમા સીએમ રૂપાણી, નીતિન પટેલ સહિતના આગેવાનો હાજર રહ્યાં હતા. CAA અને NRCનાં સમર્થનમા ભાજપ પ્રચાર કરશે. આ અંગે ભાજપે માસ્ટર પ્લાન તૈયાર કર્યો છે. ત્યારે ગુજરાત NCPના નેતા શંકરસિંહ વાઘેલાએ ભાજપ પર પ્રહાર કર્યા હતા.
અમે હિન્દુ છીએ તેના માટે સર્ટિફિકેટની જરૂર નથીઃ વાઘેલા
રામ મંદિરથી રોટલી ઘરે નહીં મળેઃ વાઘેલા
આ ભાજપને કરવાની જરૂર નથીઃ વાઘેલા
નાગરિકતા કાયદા પર NCP નેતા શંકરસિંહ વાઘેલાએ ભાજપ સરકાર પર નિશાન સાધ્યું. તેઓએ કહ્યું કે દેશમાં બધુ આયોજન વગર અને ખોટું થઇ રહ્યું છે. રામ મંદિરથી કોઇને રોટલી નહીં મળે. સરકારે નોકરી આપવાની જાહેરાત કરી હતી તે પણ હજુ સુધી લોકોને નથી મળી. આ રીતે દેશ ના ચલાવાય. સરકાર પોતાનું માર્કેટિંગ જ કરી રહી છે.
મહત્વનું છે કે ભાજપ 24 ડિસેમ્બરે જીલ્લાઓ, મહાનગરોમાં એકતારેલી યોજાશે. મુખ્યમંત્રી રૂપાણી અમદાવાદમાં એકતારેલીમાં હાજર રહી શકે છે. 25 ડિસેમ્બરે બૌદ્ધિક સંમેલન યોજાશે. બૌદ્ધિક લોકોનું સંમેલન કરીને CAA અને NRC મુદે જાગૃત કરવામાં આવશે. 29 ડિસેમ્બરથી 12 જાન્યુઆરી સુધી ઘર-ઘર સુધી પ્રચાર કરવામાં આવશે.
CAAના વિરોધને લઈને PM મોદીએ આપ્યો વિરોધીઓને જવાબ
CAAના વિરોધને લઈને PM મોદીએ આપ્યો વિરોધીઓને જવાબ આપ્યો પીએમ મોદીએ કહ્યું કે વિરોધીઓએ ભડકાઉ ભાષણો આપી લોકોને ભડકાવ્યા. સોશિયલ મીડિયામાં ફેક ફોટો-વીડિયો પોસ્ટ કર્યા. અને ઉચ્ચ હોદ્દાવાળા વ્યક્તિઓએ બેજવાબદારી ભર્યા નિવેદનો કર્યા. CAA પર વિપક્ષની રાજનીતિ કરે છે. પીએમ મોદીએ કહ્યું કે દેશની સંસદ અને સાંસદોનું સન્માન તો કરો. CAA પાસ થયા બાદ રાજકીય પક્ષો અફવા ફેલાવી રહ્યાં છે અને કેટલાક લોકો દેશને ભ્રમિત કરી રહ્યાં છે. વિપક્ષી પાર્ટીઓ મુસ્લિમોને ભ્રમિત કરી રહી છે.