રાધનપુર /
લ્યો બોલો, હવે NCP નેતા રેશમા પટેલને ઓનેસ્ટમાં ઢોસામાંથી નિકળી જીવાત, કર્યો હોબાળો
Team VTV04:18 PM, 11 Oct 19
| Updated: 04:31 PM, 11 Oct 19
લોકો નામચીન રેસ્ટોરેન્ટમાં જમવા તો જાય છે પરંતુ બ્રાન્ડેડ રેસ્ટોરન્ટમાં પીરસાતા ફૂડમાં જીવાત નીકળવાનો રિવાજ બની ગયો છે. સુરત, વડોદરા, અમદાવાદ બાદ હવે રાધનપુરની રેસ્ટોરન્ટમાં જીવાત નીકળવાની ઘટના સામે આવી હતી. ત્યારે રાધનપુરની ઓનેસ્ટ હોટલમા NCPના નેતા રેશ્મા પટેલે હોબાળો કર્યો હતો.
રાધનપુરની ઓનેસ્ટ હોટલમાં રેશમા પટેલે કર્યો હોબાળો
જમવામાં નિકળી હતી જીવાત
રેશમા પટેલ રાધનપુર બેઠકના પ્રચાર માટે ગયા હતા
NCP નેતા રેશ્મા પટેલે જમવામાં જીવાત નિકળતા રેસ્ટોરન્ટમાં બબાલ કરી હતી. રેશ્મા પટેલ રાધનપુર બેઠકના પ્રચાર માટે ગયાં હતાં. રાધનપુરથી વારાહી હાઈ-વે પરની ઓનેસ્ટ હોટલમાં આ ઘટના બની હતી. ઢોંસા મંગાવ્યા હતાં, તેમાં જીવાત નીકળતા હોટેલમાં બબાલ થઇ હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદની એક બ્રાન્ડેડ રેસ્ટેરેન્ટના ભોજનમાં જીવાત નિકળી હતી. અમદાવાદના મણિનગરમાં આવેલી ઓનેસ્ટ હોટલના ઢોસામાં વાંદો નિકળ્યો હતો. તો આ પહેલા વડોદરાના અલ્કાપુરીની રેસ્ટોરેન્ટ બર્ગર કિંગના બર્ગરમાંથી મરેલુ મચ્છર નિકળ્યું હતું.
સુરતમાં પણ આ પ્રકારની ઘટના સામે આવી હતી. સુરતના વૈશાલી વડાપાઉ નામની બ્રાંડેડ દુકાનમાંથી વડાપાઉંમાંથી જીવાત નિકળી હતી. આ સમગ્ર ઘટનાના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાગ તંત્ર જાગ્યું હતું. આરોગ્ય વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી. ત્યારે રાધનપુરમાં પણ આ પ્રકારની ઘટના બનતા હોબાળો મચ્યો હતો.