ઈતિહાસ સાથે છેડછાડ કરવા બદલ મહારાષ્ટ્રના પુણે અને થાણેમાં સોમવારે મરાઠી ફિલ્મ 'હર હર મહાદેવ' વિરુદ્ધ પ્રદર્શનો યોજાયા હતા, ત્યારબાદ ફિલ્મનું પ્રદર્શન અટકાવી દેવામાં આવ્યું હતું. પુણે શહેરમાં, મરાઠા સંગઠનના સભ્યોએ ફિલ્મના શોમાં વિક્ષેપ પાડ્યો હતો, જ્યારે થાણેમાં, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના નેતા અને ભૂતપૂર્વ પ્રધાન જિતેન્દ્ર આવ્હાડની આગેવાની હેઠળના પક્ષના કાર્યકરોએ કથિત રીતે સિનેમા હોલમાં ફિલ્મનું પ્રદર્શન અટકાવ્યું હતું. સિનેમા બંધ કરતી વખતે જ્યારે એક દર્શકે તેની ટિકિટના પૈસા માગ્યા ત્યારે એનસીપીના કાર્યકરોએ તેને માર માર્યો હતો.
100 કાર્યકર્તાઓ વિરુદ્ધ ફરિયાદ
દર્શકને માર માર્યા બાદ થાણેના વર્તક નગર પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસે રાષ્ટ્રવાદીના લગભગ 100 કાર્યકર્તાઓ સામે કેસ નોંધ્યો છે. આ કેસમાં જીતેન્દ્ર આવ્હાડને પણ આરોપી બનાવવામાં આવ્યા છે. ખાસ વાત એ છે કે જિતેન્દ્ર આવ્હાડના ગયા પછી થાણેના MNS નેતા અવિનાશ જાધવે જઈને ફરી શો શરૂ કર્યો અને ફિલ્મ જોઈ. હવે થાણેમાં NCP અને MNS વચ્ચે ફિલ્મ હર હર મહાદેવને લઈને રાજકારણ શરૂ થઈ ગયું છે.
Case filed against NCP MLA Jitendra Awhad & 100 of his workers at Vartak Nagar PS, Thane for forcibly closing show of film 'Har Har Mahadev' in Thane mall yesterday & assaulting the audience. Case registered u/s 141,143,146,149,323,504 of IPC. No arrest made so far: Thane Police
રાજવી પરિવારે પણ આપી હતી ચેતવણી
એક દિવસ અગાઉ રાજ્યસભાના ભૂતપૂર્વ સભ્ય અને કોલ્હાપુરના રાજવી પરિવારના વંશજ સંભાજી છત્રપતિએ ચેતવણી આપી હતી કે જો મહાન યોદ્ધા છત્રપતિ શિવાજી મહારાજ પર આધારિત કોઈ પણ ફિલ્મમાં તથ્યોને વિકૃત કરવામાં આવશે તો તેઓ આવી ફિલ્મોનો વિરોધ કરશે અને તેમના પ્રકાશનને રોકવા માટે તમામ પ્રયાસો કરશે. શિવાજી મહારાજના વંશજ સંભાજી છત્રપતિએ પણ (તાજેતરમાં રિલીઝ થયેલી) મરાઠી ફિલ્મો 'હર હર મહાદેવ' અને 'વેદત મરાઠે વીર દૌડલે સાત' (આગામી ફિલ્મ) પર નારાજગી વ્યક્ત કરી હતી.
Former NCP Minister Jitendra Awhad and his men storm into Viviana mall and beat up audience at #Harharmahadev film show.
Awhad is that street Lukka always trying to appease his Thug Bosses.
સંભાજી બ્રિગેડના નેતાએ પણ સ્ક્રીનિંગ અટકાવ્યું
સંભાજી બ્રિગેડના નેતા સંતોષ શિંદેએ જણાવ્યું હતું કે, “સંભાજી બ્રિગેડના સભ્યોએ પુણેના એક સિનેમા હોલમાં 'હર હર મહાદેવ'નું સ્ક્રીનિંગ અટકાવ્યું હતું અને થિયેટર માલિકને ચેતવણી આપી હતી. 'હર હર મહાદેવ'માં ઈતિહાસ સાથે છેડછાડ કરવામાં આવી છે, જ્યારે 'વેદત મરાઠે વીર દૌડલે સાત'માં 'માવલે' (છત્રપતિ શિવાજી મહારાજના સૈનિક)નું ભયાનક ચિત્રણ છે."