nclt approved reliance industries resolution plans for reliance infratel lenders will get 4400 crore rupees
બિઝનેસ /
ભાઈ અનિલની આ કંપની પર મુકેશ અંબાણીની હતી નજર, હવે ખરીદવાના પ્લાનને મળી મંજૂરી
Team VTV11:50 AM, 05 Dec 20
| Updated: 12:38 PM, 05 Dec 20
રાષ્ટ્રીય કંપની વિધિ ન્યાયાધિકરણ(એનસીએલટી)ની મુંબઈ શાખાએ રિલાયન્સ ઈન્ફ્રાટેલ માટે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના એક એકમ દ્વારા પેશ સમાધાન યોજનાને મંજૂરી આપી છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીએ શુક્રવારે આ સંબંધમાં શેર બજારને જાણકારી આપી છે.
3 ડિસેમ્બરે આપવામાં આવી મંજૂરી
ધિરાણકર્તાઓને મળશે 4400 કરોડ રુપિયા
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીએ આ સંબંધમાં શેર બજારને જાણકારી આપી છે
3 ડિસેમ્બરે આપવામાં આવી મંજૂરી
કંપનીએ કહ્યું કે એનસીએલટી મુંબઈએ તેમના પૂર્ણ સ્વામિત્વવાળા યુનિટ રિલાયન્સ પ્રોજેક્ટ્સ એન્ડ પ્રોપર્ટી મેનેજમેન્ટ સર્વિસિસ લિમિટેડના ઈન્ફ્રાસ્ટ્રક્ટર પ્રોજેક્ટ્સ વિભાગ દ્વારા રિલાયન્સ ઈન્ફ્રાટેલ લિમિટેડ માટે રજૂ કરવામાં આવેલી સમાધાન યોજનાને 3 ડિસેમ્બરે મંજૂરી આપવામાં આવી છે. રિલાયન્સ ટેલિકોમ્પ્યુનિકેશનના દુરસંચાર પ્રાથમિક ઢાંચા એકમ રિલાયન્સ ઈન્ફ્રાટેલના દેશભરમાં 43000 ટાવર અને 1, 72000 કિલો મીટરની ફાઈબર લાઈન છે.
ધિરાણકર્તાઓને મળશે 4400 કરોડ રુપિયા
સૂત્રોએ આ પહેલા જણાવ્યું હતું કે આ સમાધન પ્રક્રિયાથી કંપનીના ધિરાણકર્તાઓને લગભગ 4400 કરોડ રુપિયા મળવાની આશા છે. ધિરાણકર્યાની સમિતિ તરફથી આ સમાધાન યોજનાઓને 100 ટકા મત મળશે. સૂત્રોના જણાવ્યાનુંસાર સમાધાન યોજના હેઠળ રાશીનું વિતરણ આ મામલામાં દોહા બેંકની દખલગીરીવાળી અરજીને પહોંચી વળવા પર નિર્ભર રહેશે.
મુકેશ અંબાણીના વ્યવસાયનું વિસ્તરણ થઈ રહ્યું છે
આ મંજૂરી એવા સમયે મળી છે જ્યારે અનિલ અંબાણીની રિલાયન્સ ગ્રુપની મોટા ભાગની કંપનીઓ વેચાણ પ્રક્રિયામાંથી પસાર થઈ રહી છે. ત્યારે અનિલના મોટા ભાઈ મુકેશ અંબાણીના વ્યવસાયનું વિસ્તરણ થઈ રહ્યું છે. આ વર્ષે અનિલ અંબાણીએ લંડનની એક અદાલતમાં જણાવ્યું તેને તેનું નેટવર્થ ઝીરો છે. ત્યારે અનિલના ભાઈ મુકેશ અંબાણીની સંપત્તિ 75 બિલિયન ડોલરથી વધારે છે. હાલમાં રિલાયન્સ જિયો પ્લેફોર્મને દુનિયાભરના અલગ અલગ દેશોમાંથી રોકાણ મળ્યું છે.