બ્રેકિંગ ન્યુઝ
VTV / ncert guidelines report school opening
Divyesh
Last Updated: 03:16 PM, 10 June 2020
ADVERTISEMENT
આ સાથે જ NCERTએ ભલામણ કરી છે કે બાળકોને ખુલ્લા આકાશમાં ભણાવાય તો વધુ સારૂ રહે. જો કે જ્યારે હવામાન ખરાબ થાય તો રૂમમાં એસી બંધ રાખવાનું સૂચન કરવામાં આવ્યું છે. અલગ અલગ ધોરણ પ્રમાણે શાળાના સમયમાં 10 મિનિટનું અંતર રાખવામાં આવે. જો કે બે શિફ્ટમાં ક્લાસના વિદ્યાર્થીઓને બોલાવવામાં આવે.
જ્યારે બસમાં આવતા બાળકો માટે ભલામણ કરવામાં આવી છે કે એક સીટ પર એક જ વિદ્યાર્થીને બેસાડવામાં આવે. જ્યાં હોસ્ટેલ હોય ત્યાં બેડ 6-6 ફૂટના અંતરે રાખવાના રહેશે. જો કે કુલ ક્ષમતાના 33% વિદ્યાર્થી જ હોસ્ટેલમાં રહી શકશે.
ADVERTISEMENT
NCRT એ છ તબક્કામાં શાળા શરૂ કરવાની ભલામણ અંગેની વિગતને લઇને વાત કરીએ તો પ્રથમ તબક્કામાં 11 અને 12માંના ક્લાસ શરૂ થશે ત્યાર બાદ એક સપ્તાહ પછી 9 અને 10માંના ક્લાસ શરૂ થશે. જ્યારે 2 અઠવાડીયા પછી 6 થી 8 ધોરણ સુધીના ક્લાસ શરૂ થશે. આમ 3 સપ્તાહ પછી 3 થી 5 ધોરણના ક્લાસ શરૂ થશે.
જ્યારે 4 અઠવાડીયા પછી પહેલા ધોરણના ક્લાસ શરૂ થશે રિપોર્ટની ભલામણ મુજબ 5 સપ્તાહ પછી વાલીઓની સંમતિથી નર્સરી-કેજીના ક્લાસ શરૂ કરી શકાશે. પરંતુ કન્ટેનમેન્ટ ઝોનની સ્કૂલ બંધ જ રાખવા અંગે ભલામણ કરવાામાં આવી છે.
કોરોનાના કારણે બાળકો નોટ-બુક્સ, પેન્સિલ, નાસ્તો શૅર કરી શકશે નહીં. NCERTએ આ તમામ ભલામણોનો ડ્રાફ્ટ તૈયાર કરીને કેન્દ્ર સરકારને સોંપ્યો છે. હવે, NCERTના ડ્રાફ્ટ પર કેન્દ્ર સરકાર અંતિમ નિર્ણય લેશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.