બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 07:16 PM, 18 September 2024
Manba Finance Ltd IPO : IPOમાં રોકાણ કરતાં લોકો માટે ફરી એક મોટી અપડેટ સામે આવી છે. વાસ્તવમાં હવે નોન-બેંકિંગ ફાઇનાન્સિયલ કંપની (NBFC) માનબા ફાઇનાન્સ લિમિટેડ (Manba Finance Ltd IPO) નો IPO આવી રહ્યો છે. આ NBFC એ પ્રાઇસ બેન્ડની જાહેરાત કરી છે. માનબા ફાઇનાન્સ લિમિટેડ (Manba Finance Ltd IPO)ની પ્રાઇસ બેન્ડ રૂ. 114 થી રૂ. 120 પ્રતિ શેર નક્કી કરવામાં આવી છે. વિગતો મુજબ આ IPO 23 થી 25 સપ્ટેમ્બર સુધી ખુલ્લો રહેશે. IPO એન્કર રોકાણકારો માટે 20 સપ્ટેમ્બરે ખુલશે.
ADVERTISEMENT
માનબા ફાઇનાન્સ લિમિટેડ IPO (Manba Finance Ltd IPO) નું કદ રૂ. 150 કરોડ છે. કંપની IPO દ્વારા 1.25 કરોડ નવા શેર ઇશ્યૂ કરી શકે છે. તમને જણાવી દઈએ કે, IPOમાં ઓફર ફોર સેલ હેઠળ કોઈ શેર જાહેર કરવામાં આવશે નહીં.
ADVERTISEMENT
હવે જાણીએ શું છે માનબા ફાઇનાન્સ લિમિટેડ (Manba Finance Ltd IPO)ના લોટનું કદ ?
માનબા ફાઇનાન્સ લિમિટેડ (Manba Finance Ltd IPO) માટે કંપનીએ 125 શેર બનાવ્યા છે. જેના કારણે રોકાણકારે ઓછામાં ઓછા 15,000 રૂપિયાની દાવ લગવાવો પડશે. માનબા ફાઇનાન્સ લિમિટેડ (Manba Finance Ltd IPO)માં મહત્તમ 50 ટકા શેર લાયક સંસ્થાકીય ખરીદદારો માટે આરક્ષિત રહેશે, ઓછામાં ઓછો 35 ટકા હિસ્સો રિટેલ રોકાણકારો માટે અને ઓછામાં ઓછો 15 ટકા હિસ્સો બિન-સંસ્થાકીય રોકાણકારો માટે આરક્ષિત રહેશે.
હવે જાણીએ કે શું કરે છે આ કંપની ?
કંપની IPOમાંથી મળેલા નાણાંનો ઉપયોગ તેની ભવિષ્યની જરૂરિયાતો માટે કરવા માંગે છે.માનબા ફાઈનાન્સ લિમિટેડની સ્થાપના 1998માં થઈ હતી. કંપની ટુ-વ્હીલર, થ્રી વ્હીલર્સ, ઇલેક્ટ્રિક ટુ વ્હીલર, નાના બિઝનેસ લોન અને પર્સનલ લોન ઓફર કરે છે.
વધુ વાંચો : સોનાના ભાવ ઢીલાઢમ! તહેવારો પહેલા ખરીદવાનો બેસ્ટ ચાન્સ, ચૂક્યા તો નુકસાની પાક્કી
હવે જાણો કેવી છે કંપનીની નાણાકીય સ્થિતિ ?
31 માર્ચ, 2024ના રોજ પૂરા થતા નાણાકીય વર્ષ દરમિયાન કંપનીનો નફો (કર ચૂકવણી પછી) વાર્ષિક ધોરણે 90 ટકા વધ્યો છે. વાર્ષિક ધોરણે આવકમાં 44 ટકાનો વધારો થયો છે. તમને જણાવી દઈએ કે,, કંપનીએ હેમ સિક્યોરિટીઝ લિમિટેડને IPOના બુક રનિંગ લીડ મેનેજર તરીકે નિયુક્ત કર્યા છે. માનબા ફાઇનાન્સ લિમિટેડ (Manba Finance Ltd IPO)ના શેરની ફાળવણી 26 સપ્ટેમ્બરે થઈ શકે છે. કંપનીનું લિસ્ટિંગ સંભવિત રીતે 30 સપ્ટેમ્બરે શક્ય છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.