Naxals blow up railway tracks near Giridih in Jharkhand
નક્સલી હુમલો /
BIG BREAKING: ઝારખંડમાં નક્સલીઓએ આપ્યો મોટા હુમલાને અંજામ, ગિરિડીહ પાસે બોમ્બ બ્લાસ્ટ કરીને રેલ્વે ટ્રેક ઉડાવ્યો
Team VTV08:21 AM, 27 Jan 22
| Updated: 08:26 AM, 27 Jan 22
ઝારખંડમાં નક્સલીઓએ ગીરીડિહ પાસે બોમ્બ બ્લાસ્ટ કરીને રેલ્વે ટ્રેક ઉડાવી દીધો છે. આ ઘટનાને કારણે ઘણી બધી ટ્રેનોના આજે રૂટ બદલવામાં આવ્યા છે.
ઝારખંડમાં નક્સલીઓએ કર્યો હુમલો
ગિરીડીહ નજીક બોમ્બ બ્લાસ્ટ કરી રેલ્વે ટ્રેક ઉડાવ્યો
હુમલાને કારણે મોટા ભાગની ટ્રેનો રદ કરવામાં આવી
ઝારખંડમાં ગિરિડીહ નજીક રાત્રીના સમયે નક્સલીઓએ બોમ્બ બ્લાસ્ટ કરીને રેલ્વે ટ્રેક ઉડાવી દીધો. આ મુદ્દે રેલ્વેને જાણ થતાની સાથેજ હાવડા-ગયા-દિલ્હી રેલ માર્ગ પર દોડતી ટ્રેનોને કેન્સલ કરી દેવામાં આવી છે. સાથેજ અમુક ટ્રોનોનો રૂટ બદલી દેવામાં આવ્યો છે. આ ઘટનાની જાણ થતાજ રેલ્વે અધિકારીઓ દોડતા થઈ ગયા હતા.
Jharkhand | Suspected Naxals blow up a portion of railway tracks on the Howrah-New Delhi line between Chichaki and Chaudharybandh railway stations in Giridih; details awaited pic.twitter.com/9cx7GE14NK
પૂર્વ મધ્ય રેલ્વેના CPRO રાજેશ કુમારમાં કહેવા પ્રમાણને તેમને રાતે 12.34 વાગે જાણ થઈ કે ધનબાદમાં આવેલ કરમાબાદ ચિચાકી સ્ટેશન વચ્ચે વિસ્ફોટ થયો છે. જેથી આ મુદ્દે જાણ થતાજ તેમણે બધી ટ્રેનો રોકી દીધી હતી. જેથી મોટી જાનહાની થતા ટળી હતી.
બોમ્બ બ્લાસ્ટ બાદ 3 ટ્રેનો રોકવામાં આવી
આ ઘટનાને કારણે કુલ 3 ટ્રેનોને રોકવામાં આવી છે જેમા ધનબાદ પટના એક્સપ્રેસ રાતના 12.35 વાગ્યાથી ચૌધરીબાંધમાં રોકી દેવામાં આવી છે. હટિયા ઈસલામપુર એક્સપ્રેસ પારસબંધમાં 12.37 વાગ્યેથી રોકી દેવામાં આવી. તેમજ રાચીં-લોકમાન્ય તિલક ટર્મિનસ એક્સપ્રેસને પારનાથમાં રાતે 12.55 વાગ્યાથી રોકી દેવામાં આવી છે.
રેલ્વે દ્વારા આ ઘટનાને લઈને આજે ઘણી ટ્રેનોના રૂટ બદલામાં આવ્યા છે જેમા
ઉલ્લેખનીય છે નક્સલીઓએ રેલ્વે ટ્રેક ઉડાવ્યા બાદ ધનબાદ ડેહરી આન સોન એક્સપ્રેસને રદ કરી દેવામાં આવી છે. જેના કારણે આ ટ્રેનના મુસાફરોને કે જેમણે પહેલાથી બુકીંગ કરાવી રાખ્યું હતુ તેમેને ભારી હાલાંકીનો સામનો કરવો પડશે.