નવાઝ શરીફ આવતીકાલે પહોંચશે પાકિસ્તાન, એરપોર્ટથી થશે ધરપકડ

By : krupamehta 04:19 PM, 12 July 2018 | Updated : 04:19 PM, 12 July 2018
લાહોર: પૂર્વ પાકિસ્તાન પ્રધાનમંત્રી નવાઝ શરીફ પોતાની પુત્રી મરિયમ નવાઝની સાથે શુક્રવારે પોતાના દેશ ફરશે. અહીંયા પર એમની એરપોર્ટ પરથી જ ધરપકડ કરવામાં આવશે. 

નવાઝની વાપસીને ધ્યાનમાં રાખીને લાહોર એરપોર્ટ પર સુરક્ષા વધારી દેવામાં આવી છે. નવાઝની પરત ફરવાના સમયે લાહોર એરપોર્ટની એન્ટ્રી અને એક્ઝિટ પોઇન્ટ સીલ કરી દેવામાં આવશે. નવાઝ અને મરિયમને એરપોર્ટથી ધરપકડ કરીને ફ્લાઇટથી રાવલપિંડીની આદિયાલા જેલમાં લઇ જવામાં આવશે. 

નવાઝની વાપસી પહેલા પાકિસ્તાન મુસ્લિમ લીગ નવાઝના ઓછામાં ઓછા 100 નેતાઓ અને કાર્યકર્તાઓને બુધવારે રાતે જ કસ્ટડીમાં લઇ લેવામાં આવ્યા હતા. સૌથી વધારે ધરપકડ લાહોરથી થઇ છે. 

જો રાવલપિંડીની જેલમાં સુરક્ષા વ્યવસ્થા બરોબર નથી તો નેશનલ અકાઉન્ટેબિલિટી બોર્ડની ટીમે નવાઝ અને મરિયમ માટે બીજી જેલોનો વિકલ્પ પણ રાખ્યો છે. આશા છે કે નવાઝ અને મરિયમ શુક્રવાર સાંજે 4 વાગ્યા સુધી પાકિસ્તાન પરત ફરશે. 

બીજી બાજુ નવાઝ શરીફની પાર્ટી PML N નું કહેવું છે કે પોતાના નેતાનું સ્વાગત કરવા માટે મોટી સંખ્યામાં કાર્યકર્તા લાહોર એરપોર્ટ પહોંચશે. સુરક્ષા વ્યવસ્થાને સંભાળવા માટે લાહોરમાં સુરક્ષાકર્મી તૈનાત કરવામાં આવ્યા છે. 

જણાવી દઇએ કે સ્વદેશ પરત ફરતા પહેલા બુધવારે નવાઝ શરીફે લંડનમાં પ્રેસ કોન્ફરનમ્સ કરીને પાકિસ્તાની સેનાની વિરુદ્ધ નિવેદન આપ્યું હતું. નવાઝે સેના પર આગામી સામાન્ય ચૂંટણીમાં દખલ દેવાનો આરોપ લગાવ્યો હતો. Recent Story

Popular Story