બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Nawalben Chaudhary earned an income of 1 crore 25 lakh rupees in one year

આત્મનિર્ભર મહિલા / વર્ષે સવા કરોડની કમાણી: 65 વર્ષની આ ગુજરાતણે જુઓ કઈ રીતે ભલભલા બિઝનેસમેનને પછાડ્યા

Malay

Last Updated: 05:03 PM, 17 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બનાસકાંઠામાં એક મહિલાએ એક વર્ષમાં 1 કરોડ 25 લાખનું દૂધ ભરાવી સમગ્ર જિલ્લામાં પ્રથમ નંબરે આવી એક ઉચ્ચ અધિકારીથી પણ વધારે આવક મેળવી છે.

 

  • પશુપાલનના વ્યવસાય થકી લાખોની આવક મેળવતા થયા  પશુપાલકો  
  • નવલબેને ચૌધરીએ એક વર્ષમાં મેળવી 1 કરોડ 25 લાખ રૂપિયાની આવક 
  • એક દિવસમાં 1200 લિટર જેટલું દૂધ ભરાવે છે મંડળીમાં 
  • નવલબેને નારી શશક્તિકરણનું પૂરું પાડ્યું ઉત્તમ ઉદાહરણ 

દેશના વડાપ્રધાન દ્વારા આત્મનિર્ભર યોજના થકી લોકો આત્મનિર્ભર બને તે માટેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.  ખેડૂતોની આવક બમણી થાય તે માટે સરકાર કટિબદ્ધ બની છે. ત્યારે બીજી તરફ દેશમાં પશુપાલનના વ્યવસાય થકી પણ પશુપાલકો લાખોની આવક મેળવતા થયા છે. ગુજરાતમાં પશુપાલનના વ્યવસાયથી મહિલાઓ દૂધમાંથી આવક મેળવી પોતાના પરિવારોનું ગુજરાન ચલાવી સ્વમાનભેર જીવન ગુજારી રહી છે.  કડકડતી ઠંડી ઉનાળાની 46 ડિગ્રી ગરમી તેમજ ચોમાસામાં વરસાદ વચ્ચે પણ પોતાના બાળકોની જેમ પશુઓની  સારસંભાળ રાખતા પશુપાલકોની અથાગ મહેનતનું પરિણામ એટલે શ્વેત ક્રાંતિ. 

આ મહિલા દૂધ વેચીને કમાઈ રહી છે કરોડો રૂપિયા
બનાસકાંઠા જિલ્લાનો મુખ્ય વ્યવસાય પશુપાલન અને ખેતી છે. ત્યારે એશિયાની નંબર વન બનાસડેરી થકી હજારો મહિલાઓ દૂધના વ્યવસાય થકી પોતાના પરિવારોનું ગુજરાન ચલાવી રહી છે. બનાસડેરીના સ્થાપક દિવંગત ગલબાકાકાનું સપનું હતું કે બનાસકાંઠા જિલ્લાની દરેક સમાજની મહિલાઓ દાતરડાના હાથા પર પોતાના પરિવારનું ભરણ પોષણ કરે. આ  હેતુથી તેઓએ વર્ષો પહેલા બનાસડેરીની સ્થાપના કરી હતી. જે બનાસડેરીથી આજે હજારો ઘરોમાં ખુશી જોવા મળી રહી છે. ત્યારે આજે વાત કરીશું બનાસકાંઠાના નગાણા ગામમાં રહેતા નવલબેન દલસંગભાઈ ચૌધરીની. જેઓ ગત વર્ષમાં બનાસડેરીમાં દૂધ ભરાવવામાં અવ્વલ રહ્યા છે. વર્ષ દરમિયાન તેમણે 1 કરોડ 25 લાખ રૂપિયાનું દૂધ ભરાવી માતબર  આવક માત્ર પશુપાલનમાંથી મેળવી છે.

15 જેટલા પશુઓથી વ્યવસાયની કરી હતી શરૂઆત
નવલબેને માત્ર 15 જેટલા પશુઓથી પશુપાલન વ્યવસાયની શરૂઆત કરી હતી. પેટ પર પાટા બાંધી પોતાના ચાર નાના બાળકોની માવજત સાથે રાત દિવસ કામ કરી આજે નવલબેન આ મંજીલ પર પહોંચ્યા છે  અને આજે તેમની પાસે 250  જેટલા પશુઓ છે, 65 વર્ષની ઉંમરમાં પણ તેઓ વહેલી સવારે ઉઠી જઈ પશું દોહવાનું કામ કરે છે. અત્યારે દિવસના 8 કલાક કરતા પણ વધુ કામ કરે છે. નવલબેન ચૌધરી એક દિવસમાં 1200 લિટર જેટલું દૂધ મંડળીમાં ભરાવે છે. 15 દિવસે  7થી 8 લાખ રૂપિયાની આવક તેમના ખાતામાં જમા થાય છે. જેમાં ખર્ચને બાદ કરતાં તેઓ 2 લાખ જેટલી બચત કરી રહ્યા છે.  છેલ્લા એક વર્ષથી સતત રોજનો 1200થી વધુ લિટર દૂધ ભરાવી એક જ વર્ષમાં 1 કરોડ 25 લાખ રૂપિયાની આવક મેળવી છે. 

પશુપાલનમાં ધીરધીરે વધે છે આવકઃ નવલબેન
નવલબેનનું માનવું છે કે દરેક મહિલાઓએ કંઈક ને કંઈક પ્રવૃત્તિ કરવી જોઇએ અને પશુપાલનનો વ્યવસાય એવો છે જેમાં ધીરે ધીરે આવક વધતી જાય છે પોતાનો પરિવાર પગભર થાય છે મહિલા આત્મનિર્ભર બને છે અને એક કલેકટર કે કંપનીના સીઈઓ કરતા પણ વધુ કમાણી ઘરે બેઠા કરી શકાય છે, બનાસ ડેરીમાં એક વર્ષ માં સૌથી વધુ દૂધ ભરાવી લાખોની કમાણી કરતી આ મહિલાને સૌથી વધુ દૂધ ભરાવવાનો સરકાર તેમજ બનાસડેરીમાંથી એવોર્ડ મળતા અને અવ્વલ નંબરે આવતા  તેમણે ખુશી વ્યક્ત કરી છે. અને સાથે જ હજુ પણ વધુ પશુઓ લાવી આગામી સમયમાં પણ તેઓ પશુપાલન વ્યવસાયમાં અવ્વલ રહેવા માગે છે.

આજે જિલ્લામાં સૌથી વધૂ ભરાવી રહ્યા છે દૂધ
નવલબેન પાસે જમીન તો છે પરંતુ કૂવામાં પાણી નથી. પાણી વગરના આ વિસ્તારમાં પણ પશુ રાખી એવોર્ડ મેળવવો એ કોઈ નાની વાત નથી. પાણી ન હોવાના  કારણે પોતાની જમીનમાં  લીલો ઘાસ ચારો થઈ શકતો નથી જેના કારણે પશુઓ માટે બહારથી સુકો ઘાસચારો લાવવો પડે છે. જેમાં સૂકા ઘાસ ચારાના ભાવ પણ વધુ હોય તેનાથી પણ મુશ્કેલી પડતી હોય છે. જોકે,  આજે નવલબેન પાસે 180 દુધાળા પશુ સહિત 250 જેટલા પશુઓ છે. ટેક્નોલોજીના જમાનામાં  અદ્યતન ટેકનોલોજીથી પશુપાલન નો વ્યવસાય કરી આજે બનાસકાંઠામાં સૌથી વધુ દૂધ ભરાવી રહ્યા છે. પશુપાલનનો વ્યવસાય શરૂ કરનાર નવલબેન પાસે આજે 10થી વધુ  લોકો કામ કરે છે. દૂધ ભરાવવા જવા માટે ટ્રેક્ટર પણ લાવ્યા છે. નવલબેન પોતે અભણ હોવા છતાં બાળકોને ઉચ્ચ શિક્ષણ આપી અને  પોતાની દીર્ઘદસ્ટિનો પરિચય આ સ્વમાની મહિલાએ આપ્યો છે. બનાસડેરી દ્વારા અનેક  એવોર્ડ પણ  પ્રાપ્ત કરી ચૂક્યા છે. નવલબેન પોતાના પતિ દલસંગભાઈ સાથે છેલ્લા કેટલાય વર્ષોથી પશુ પાલનનો વ્યવસાય કરી પોતાના પરિવારનું ગુજરાન ચલવવા સહિત નવલબેને નારી શશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

સંકળાયેલા મુદ્દાઓ

Banasdairy Banaskantha Nawalben Chaudhary income આત્મનિર્ભર મહિલા નવલબેન ચૌધરી નારી શશક્તિકરણ બનાસકાંઠા બનાસડેરી banaskantha
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ