બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Navsari, Trader, selling, rare species of turtles, accused, Punishment, court

અનોખી સજા / નવસારીમાં દુર્લભ પ્રજાતિના કાચબા વેચનાર વેપારી ઝડપાયો, કોર્ટે ફટકારી એવી સજા આરોપીને લેવાના દેવા પડી ગયા

Kishor

Last Updated: 10:20 PM, 14 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નવસારીમાં દુર્લભ પ્રજાતિના કાચબાનું વેચાણ કરતો શખ્સ વનવિભાગની ટીમની ઝપટે ચડયો હતો.

  • નવસારીમાં દુર્લભ પ્રજાતિના કાચબા વેચનારની ધરપકડ 
  • પકડાયેલા આરોપીને કોર્ટે ફટકાવમાં અનોખી સજા
  • વાઇલ્ડ લાઇફને લગતી સામાજિક સેવા કરવાની ફટકારી સજા

નવસારીના  એક શખ્સને રક્ષિત કાચબા રાખવા ભારે  પડ્યા છે. રૂસ્તમવાડી ખાતે આવેલી મહેક એક્વેરીયમ નામની દુકાનમાંથી વનવિભાગની ટીમે  6 રક્ષિત કાચબાઓ સાથે એકને દબોચી લીધો હતો.જેને કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે અનોખી કહી શકાય તેવી વાઈલ્ડ લાઈફને લગતી સેવા કરવાની શરતે જામીન આપ્યા હોવાનું સામે આવ્યું છે. 

દુર્લભ પ્રજાતિના કાચબા વેચનાર વેપારી ઝડપાયો
આ અંગે જાણવા મળતી વિગત અનુસાર નવસારી નાયબ વન સરંક્ષક સામાજીક વનીકરણ વિભાગના ભાવનાબેન દેસાઇના માર્ગદર્શન હેઠળ મદદનીશ વન સંરક્ષક સામાજીક વનીકરણ વિભાગ નવસારીના પી.બી.પાટીલ, રેન્જફોરેસ્ટ સુપાના એચ.પી.પટેલ અને સુપા રેન્જના સ્ટાફે નવસારી ખાતે એક દુકાનમાં દરોડો પડયો હતો. જ્યાં તપાસ દરમિયાન એકવેરીયમ શોપમાંથી 5 ભારતીય સુરજ કાચબા અને એક સ્પોટેડ પોન્ડ ટર્ટલ સહિત કુલ 6 રક્ષિત કાચબા મળી આવ્યા હતા. 

વાઇલ્ડ લાઇફને લગતી સામાજિક સેવા કરવાની ફટકારી સજા
જેને પગલે સ્ટાફે મહેક એક્વેરિયમના માલિક તરૂણ કહારની ધરપકડ કરી લીધી હતી. અને વન સરક્ષણના સ્ટાફે કાચબાઓને કબજે કરી લીધા હતા. ત્યારબાદ આરોપીને સજાની માંગ સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જે બાબતે ચીફ જયુડીશીયલ મેજીસ્ટ્રેટની કોર્ટ દ્વારા આરોપીને છ માસ સુધી દર સોમવારે સવારે કચેરીએ હાજરી પુરાવી વાઇલ્ફ લાઇફને લગતી સામાજીક સેવા કરવાની શરત સાથે શરતી જામીન પર મુકત કર્યો હોવાનું જાહેર થવા પામ્યું છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ