નવસારી / કોરોનાના કારણે બેરોજગાર થતા શિક્ષકે કર્યો આપઘાત

કોરોનાના કારણે સ્કૂલ-કોલેજ અને ટ્યૂશન ક્લાસીસ બંધ છે. જેના કારણે શિક્ષકો બેરોજગાર બની ગયા છે. ત્યારે બેરોજગારીના કારણે નવસારીમાં જલાલપોરના મરોલી ખાતે એક શિક્ષકે આપઘાત કરી લીધો. વિપુલ ટંડેલ નામના શિક્ષક સુરતની ખાનગી શાળામાં અભ્યાસ કરાવતા હતા. અને ઘરે ટ્યુશન પણ ચલાવતા હતા પરંતુ કોરોનાના કારણે સ્કૂલ અને ટ્યુશન બને બંધ થઇ જતા વિપુલ ટંડેલે આપઘાત કરી લીધો. વિપુલ ટંડેલ સુરત જિલ્લાના સચિન વિસ્તામાં આવેલી સન લાઇટ સ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ