બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / નવસારીમાં ટેન્કરે પલટી મારતા રસ્તા પર પેટ્રોલ-ડીઝલની નદી વહી! જુઓ વીડિયો
Last Updated: 11:46 PM, 19 April 2025
નવસારીના ગણદેવી રોડ પર માર્ગ અકસ્માતની ઘટના ઘટી છે. હાઈવે પર રાજહંસ સિનેમા પાસે રસ્તા વચ્ચે ગાય આવી જતા ટ્રાઈવરને ડિવાઈડર ન દેખાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. જ્યાં 8 હજાર લીટર પેટ્રોલ અને 4 હજાર લીટર ડિઝલ ભરેલો ટેન્કર પલટી જતા રસ્તા પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતાં
ADVERTISEMENT
ADVERTISEMENT
નવસારીના ગણદેવી રોડ પર ટેન્કર પલટી
ટેન્કર પલટી જતા રસ્તા પર પેટ્રોલ-ડિઝલના વોકળા વહેતા જોવા મળ્યા હતાં, જેના પગલે ફાયર વિભાગને જાણ કરતા ફાયરની ટીમે પાણીનો મારો ચલાવી દુર્ઘટનાને ટાળવા તકેદારી હાથ ધરી હતી. ઘટનાને પગલે નવસારી ગ્રામ્ય પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.
આ પણ વાંચો: અમદાવાદમાં આસારામ સહિત 3 આશ્રમને કલેક્ટરની નોટિસ, 140 એકર જમીન ખાલી કરવા આદેશ
ટેન્કર પલટી જતા માર્ગ પર થયો ટ્રાફિક જામ
પેટ્રોલ-ડિઝલ ભરેલો ટેન્કર પલટી જતા રસ્તા પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા અને એક તરફનો રસ્તો થોડા સમય માટે બંધ કરવાની ફરજ પડી હતી. સમગ્ર બનાવને લઈ પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચીને ટ્રાફિક પરિસ્થિતિને હલ કરી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.