કોરોના વાયરસ / સિબ્બલે કહ્યું- સુરતમાં સોશ્યલ ડિસ્ટન્સિંગ ક્યાં? ભાજપના ધારાસભ્યએ કહ્યું આવીને જોઈ જાઓ

Navsari MP CR Patil residence Crowds Congress BJP Tweet lockdown

લોકડાઉન થવાના કારણે બિનગુજરાતીઓ ગુજરાતમાં અટવાયા છે. ત્યારે સરકાર દ્વારા બિનગુજરાતીઓને વતન મોકલવા માટે બસની વ્યવસ્થા કરવામાં આવી છે. વતન પાછા જવા માટે સુરતમાં લોકોની ભીડ હતી. નવસારીના સાંસદ સી.આર.પાટીલે બિનગુજરાતીઓને વતન પરત જવા માટે બસની વ્યવસ્થા કરી છે. જેને લઇને સુરતમાં છેલ્લા કેટલાક દિવસથી લોકો સાંસદ સી.આર.પાટીલના કાર્યાલય આગળ લાઇન લગાવી રહ્યાં હતા. પોલીસકર્મીઓ હોવા છતા લાઈનમાં સોશિયલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળ્યો હતો. ત્યારે સહાય લેવા માટે એકત્ર થયેલા લોકોના નામે રાજનીતિ શરૂ થઇ ગઇ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ