Navsari medical college approves Union Health Minister Harsh Vardhan
જાહેરાત /
દ.ગુજરાતના વિદ્યાર્થીઓ માટે ખુશખબર, અહીં બનશે 350 કરોડના ખર્ચે મેડિકલ કોલેજ
Team VTV10:08 PM, 27 Jan 20
| Updated: 10:14 PM, 27 Jan 20
દક્ષિણ ગુજરાતને મેડિકલ કોલેજની કેન્દ્ર સરકારે મંજૂરી આપી છે. નવસારી ખાતે મેડિકલ કોલેજ બનશે. 20 એકરમાં 350 કરોડના ખર્ચે આ મેડિકલ કોલેજ બનશે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી હર્ષવર્ધને પત્ર લખી જાણકારી આપી છે. ગુજરાત સરકાર પણ બજેટમાં સમાવેશ કરશે.
દક્ષિણ ગુજરાતને મેડિકલ કોલેજની મંજૂરી
નવસારી ખાતે બનશે મેડિકલ કોલેજ
કેન્દ્રીય આરોગ્ય મંત્રી હર્ષવર્ધને જાણકારી આપી
ગુજરાતના મેડિકલ અભ્યાસ કરવા ઇચ્છુકો માટે મહત્વની જાહેરાત કરવામાં આવી છે. નવસારીને નવી મેડીકલ કોલેજની મંજૂરી મળી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી હર્ષ વર્ધને પત્ર લખીને માહિતી આપી છે કે, નવસારીમાં મેડિકલ કોલેજને મંજૂરી મળી છે. તેમણે આ મંજૂરીપત્ર નવસારીના સાંસદ સી.આર.પાટીલને મોકલ્યો છે.
નવસારી સિવિલ હોસ્પિટલમાં જ 350 બેડની મેડિકલ કોલેજ બનશે. જેના માટે રાજ્ય સરકારે 20 એકર જમીન પણ ફાળવી આપી છે. આવનારા શૈક્ષણિક સત્રથી કોલેજ શરૂ થવાની સંભાવના છે.
ગુજરાત સરકાર બનાવશે નવી મેડિકલ કોલેજઃ DyCM
જાન્યુઆરીમાં જ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા મેડિકલ કોલેજ બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી. તેમણે કહ્યું હતું કે, ભારત સરકારના સહયોગથી મેડિકલ કોલેજ શરૂ કરવામાં આવશે. પંચમહાલના ગોધરામાં અને ગીર સોમનાથના વેરાવળમાં મેડિકલ કોલેજ બનશે. તેમજ દ્વારકાના ખંભાળીયામાં અને બોટાદમાં મેડિકલ કોલેજ બનાવવામાં આવશે. મોરબીમાં 300 બેડની હોસ્પિટલ નિર્માણ કરી મેડિકલ કોલેજ શરૂ થશે. આ મેડિકલ કોલેજના નિર્માણ માટે કુલ રૂપિયા 1500 કરોડનો ખર્ચ થશે. આ બેઠકમાં 5500 મેડિકલ બેઠક છે. આ વર્ષે 5 હજાર વિદ્યાર્થીઓને મેડિકલમાં પ્રવેશ આપવામાં આવ્યો છે.