બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 11:42 AM, 25 June 2024
અમેરિકામાં છેલ્લા ઘણા સમયથી ભારતીયોના જુદા જુદા કારણસર મોત થઈ રહ્યા છે. તાજેતરમાં જ અમેરિકામાં એક ગુજરાતી વ્યક્તિની હત્યા થઈ છે, જેનો વીડિયો પણ સોશિય મીડિયા પર વાઈરલ થયો છે. સાવ નાનકડી ક્ષુલ્લક વાતમાં બોલાચાલી થયા બાદ એક વ્યક્તિએ મૃતક પર હુમલો કર્યો. આ હુમલો એટલો જીવલેણ હતો કે પીડિતનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું. મળતી માહિતી પ્રમાણે આ ઘટનામાં મૃત્યુ પામનાર વ્યક્તિ મૂળ નવસારીના હતા, તેમનું નામ હેમંત મિસ્ત્રી હોવાનું સામે આવ્યું છે.
ADVERTISEMENT
અત્યાર સુધી મળતી માહિતી પ્રમાણે હેમંત મિસ્ત્રી અમેરિકાના ઓક્લાહોમા સિટીમાં મોટેલ ચલાવતા હતા. આ ઘટના બની તે દિવસે કચરો ઉપાડવાની વાત મામલે તેમનો સ્થાનિક વ્યક્તિ સાથે ઝઘડો થયો હતો. બંને વ્યક્તિઓનો ઝઘડો થોડીવાર ચાલ્યો અને સ્થાનિક વ્યક્તિએ હેમંતભાઈ પર હુમલો કરી દીધો. આરોપીએ હેમંતભાઈના ચહેરા પર જબરજસ્ત મુક્કો માર્યો, અને હેમંતભાઈ ત્યાં જ બેહોશ થઈ ગયા.
नवसारी
— Avinash Tiwari (@TaviJournalist) June 25, 2024
विदेश में भारतीय बुजुर्ग की हत्या का मामला सामने आया
घटना अमेरिका के ओक्लाहोमा शहर की है
मूल रूप से बेलीमोरा (गुजरात) के रहने वाले हेमंत मिस्त्री की विदेश में हत्या कर दी गई #America #ViralVideo #Navsari pic.twitter.com/jau6IVur5Z
ADVERTISEMENT
હેમંતભાઈને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ડૉક્ટર્સે તેમને મૃત જાહેર કરી દીધા. હેમંતભાઈના મૃત્યુના સમાચાર સાંભળીને આખો પરિવાર આઘાતમાં છે. અમેરિકાથી લઈને નવસારી સુધી શોક ફેલાયો છે. આ ઘટનામાં હુમલો કરનાર વ્યક્તિની ઓળખ રિચાર્જ લુઈસ તરીકે થઈ છે. પોલીસે તેની સામે હત્યાનો ગુનો નોંધીને ધરપકડ કરી છે.
આ આખી ઘટનાનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે. વીડિયોમાં હેમંત એક વ્યક્તિ સાથે વાત કરતા દેખાઈ રહ્યા છે. જે દરમિયાન અચાનક જ રિચાર્ડ લુઈસ નામનો વ્યક્તિ તેમને મુક્કો મારી દે છે. આ સાથે જ હેમંતભાઈ બેભાન થઈને જમીન પર પડી જાય છે. હેમંત આ ઘટનામાં એટલા ઈજાગ્રસ્ત થાય છે કે ફરી ઉભા જ નથી થઈ શક્તા. ડોક્ટર્સે પણ તેમને હોસ્પિટલ પહોંચતા જ મૃત જાહેર કર્યા હતા.
વધુ વાંચો: ભારતીયો માટે ગુડ ન્યુઝ: હવે પતિ-પત્નીએ અલગ નહીં રહેવું પડે, મળી જશે ફટાફટ ગ્રીનકાર્ડ
ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી અમેરિકામાં ભારતીયો પર હુમલાની ઘટના વધી રહી છે. 21 જૂને અમેરિકાના ટેક્સાસમાં એક દુકાનમાં કેટલાક લૂંટારુઓ ઘૂસ્યા હતા. જેમાં પણ 32 વર્ષના ભારતીય નાગરિકની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ ઘટનામાં મૃતકની ઓળખ આંધ્રપ્રદેશના દસારી ગોપીકૃષ્ણ તરીકે થઈ હતી.
લેટેસ્ટ અપડેટ મેળવવા માટે આ લાઇન પર ક્લિક કરી ડાઉનલોડ કરો અમારી મોબાઈલ ફ્રેન્ડલી એપ
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.